________________
૪૩
( પ્રવચન ૭૬
પરમ ઉપકારી, પરમ કૃપાનિધિ, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધમબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવક જીવનમાં કરવા યોગ્ય બાહ્ય તેમજ આંતરિક ધર્મઆરાધના બતાવી છે. આંતરિક આરાધનામાં તેમણે ભવસ્થિતિની નિસારતાનું ચિંતન કરવાનું કહ્યું છે. ભવસ્થિતિનું અવલોકન કર્યા પછી તેની અસારતાનું ચિંતન કરવાથી વૈરાગ્યભાવ જાગૃત થાય છે, તેમજ પુષ્ટ થાય છે. અધ્યાત્મસારમાં ભવસ્વરૂપનું ચિંતન :
ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ અધ્યાત્મસાર' ગ્રંથની સુંદર રચના કરી છે. એ ગ્રંથમાં ચોથો અધ્યાય છે “ભવસ્વરૂપચિંતા' નામે. આ અધ્યાયનું પરિશીલન તે જ માણસ કરી શકે કે જે બુદ્ધિમાન હોય, અને ચિત્તને સ્થિર કરી શકે, થોડાક સમય માટે પણ કાળમfપ સમાધાય... જે મનને સ્થિર કરી શકે.
આ અધ્યાયમાં તેમણે સંસારની વિભિન્ન ઉપમાઓ આપી છે. અને સંસારની સાથે તે બધી ઉપમાઓ કેવી રીતે બંધ બેસે છે, તે સમજાવ્યું છે. પહેલાં એ ઉપમાઓનાં નામ સાંભળી લો. ૧. સંસાર સાગર છે.
૭. સંસાર સ્મશાન છે. ૨. સંસાર અગ્નિ છે.
૮. સંસાર વિષવૃક્ષ છે. ૩. સંસાર કસાઈખાનું છે. |
સંસાર વિષમતાઓનું ઘર છે. ૪. સંસાર રાક્ષસ છે.
૧૦. સંસાર ભયાક્રાન્ત ઘર છે. ૫. સંસાર વન છે.
૧૧. સંસાર ઉષ્ણકાળ છે. ૬. સંસાર કારાવાસ છે. | ૧૨. સંસાર મોહની યુદ્ધભૂમિ છે.
સંસાર સાગર છે, આ ઉપમા મેં તમને ગઈકાલે બતાવી હતી, માટે આજે બીજી ઉપમાથી પ્રારંભ કરું છું. સંસાર ભયંકર આગ :
प्रिया ज्वाला यत्रोद्वमति रतिसंतापतरला, कटाक्षान् धूमौधान् कुवलयदलश्यामलरुचीन् । अथाङ्गान्यंगाराः कृतबहुविकाराश्च विषयाः । दहन्त्यस्मिन् वह्नौ भववपुषि शर्म क्व सुलभम् ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org