________________
પ્રવચન ૭૬
છે.
બીજી સાવધાની એ રાખવાની છે કે ગળામાં સ્વજન-સ્નેહની દોરી જો બાંધી હોય તો એ દોરીને તોડવાની છે. જો સ્વજન-સ્નેહ, પરિજન-સ્નેહ, ધનવૈભવ-સ્નેહ, દેહસ્નેહ આદિની દોરી ગળામાં બાંધી હશે તો વિષય-કસાઈ ક્રૂરતાથી વધ કરશે
જ.
સભામાંથી : એ સ્નેહ તો રહે જ છે.....
::.
:
મહારાજશ્રી તો કસાઈના હાથે કતલ થવાની જ છે. એમનો ત્રાસ સહન કરવો જ પડશે. જો બચવું હોય એ કસાઈથી, તો રાગનાં બંધનો તોડવાં જ પડશે. સંસાર રાક્ષસ છે ઃ
સંસારને ચોથી ઉપમા આપવામાં આવી છે રાક્ષસની.
अविद्यायां रात्रौ चरति वहते मूर्ध्नि विषमम्, कषायव्यालौघं क्षिपति विषयास्थीनि च गलें । महादोषान् दन्तान् प्रकटयति वक्रस्मरमुखे । न विश्वासार्होऽयं भवति भवनक्तंचर इति ॥ સંસાર એ ભયાનક રાક્ષસ છે.
શું તમે કદી સંસારને ભયાનક રાક્ષસના રૂપમાં જોયો છે ? આ જે બતાવું છું; પછી તમે આંખો બંધ કરીને જોજો.
‘અવિદ્યા’ અજ્ઞાનતાની કાજળકાળી અમાવાસ્યા છે.
સંસા૨-રાક્ષસના માથા ઉપર કષાય-સ્વરૂપ ભયંકર નાગ બેઠેલો છે. ગળામાં વિષયરૂપ હાડકાંની માળા લટકી રહી છે.
– હિંસાદિ મોટા મોટા દોષ-રૂપ દાંત બહાર નીકળેલા છે અને
કામવાસના-રૂપ તેનું વિકરાળ મુખ દેખાય છે.
કલ્પના કરો.
–
૪૫
-
ઘોર અંધારી રાત છે. સામે જ - પાસે જ રાક્ષસ ઊભો છે. ૨૦-૨૫ ફૂટ ઊંચો છે. તેના મસ્તક ઉપર મોટા મોટા નાગ બેઠા છે. ગળામાં હાડકાંની માળા લટકે
છે. મોટા મોટા દાંત બહાર નીકળેલા છે. ખુલ્લું વિકરાળ મુખ છે !
આવો રાક્ષસ જોઈને પોષ મહિનાની સખત ઠંડીમાં પણ પરસેવો છૂટી જાય ને ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org