________________
૧૭૨
શ્રાવક જીવન : ભાગ ૪
ભય, રોગ, શત્રુ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ - આ પાંચ તત્ત્વો એને દુઃખી બનાવી દે છે. દુનિયાના ભિન્ન ભિન્ન પ્રકારના લોકોના મુખે સાંભળીએ છીએ -
૧. પૈસા છે, સારો પરિવાર છે, બધું જ છે. પરંતુ મનમાં એવો ભય પેસી ગયો છે કે રાતભર નિદ્રા નથી આવતી. ‘ડાકુ આવીને મારી નાખશે તો ?...કોઈ ભોજનમાં ઝેર આપી દેશે તો ? વેપારમાં ભાઈ દગો દેશે તો ? કેન્સરનો રોગ થશે તો ?’ આવા અનેક પ્રકારના ભય હોય છે. જે માણસ ભયસંજ્ઞા'થી ગ્રસ્ત હોય છે તે સુખનાં અનેક સાધનોની વચ્ચે પણ દુઃખી થાય છે. આવા લોકો કરુણાપાત્ર હોય છે. ‘આવા લોકોનો ભય દૂર થાઓ, તેઓ નિર્ભય બને. નિરાકુળ બનો...તેઓ સુખી થાઓ....' એવી ભાવના કરતા રહો. ૨. પૈસા છે, સારો પરિવાર છે, બંગલા અને કાર છે, પરંતુ શું કરીએ ? પાંચ વર્ષથી પેટમાં અલ્સરનો રોગ છે. કાને ઓછું સંભળાય છે, વારંવાર તાવ આવે છે...આ છે રોગનું દુઃખ. એમાં પણ ‘કેન્સર’ જેવા અસાધ્ય રોગથી જે માણસ ગ્રસ્ત થઈ જાય છે તે સુખી હોવા છતાં પણ ભોગવી શકતો નથી. તે દુઃખનો જ અનુભવ કરે છે. આવા રોગગ્રસ્ત જીવો માટે પણ કરુણા ભાવના ભાવવાની છે. ‘આ જીવોને આરોગ્યની પ્રાપ્તિ થાઓ, આ જીવો રોગમુક્ત થાઓ......નિરામય થાઓ...’
૩. કેટલાક લોકો એટલા માટે દુઃખી થાય છે કે તેમને ઘણા શત્રુઓ હોય છે. ઘરમાં પણ શત્રુઓ હોય છે. બહાર પણ શત્રુઓ હોય છે. હા, ઘણી વાર સ્વજનો પણ શત્રુતાપૂર્ણ વ્યવહાર કરે છે. એવો એક પણ સ્વજન ઘરમાં હોય છે તો જીવન દુઃખપૂર્ણ બની જાય છે.
મારી પત્ની જ મારી શત્રુ છે.
મારો પુત્ર જ મારો શત્રુ બન્યો છે.
મારી માતા જ મારી શત્રુ છે.
- મારો ભાઈ જ મારો શત્રુ છે.
·
આવું કહેનારા લોકો મને મળે છે. ‘આવું કેમ બને છે ?' આવો પ્રશ્ન ન પૂછો. મનુષ્યનાં પાપકર્મ તો કારણ છે જ, પરંતુ આવી ફરિયાદ કરનારાઓ પણ પ્રાયઃ કોઈના શત્રુ હોય છે. એટલે કે તેઓ પણ કોઈની સાથે શત્રુતાપૂર્ણ વ્યવહાર કરતા હોય છે.
બહાર પણ શત્રુઓ હોય છે તો મનુષ્ય દુઃખી થાય છે. કોઈના સંબંધો બગડી જાય છે તો તે શત્રુ બની જાય છે. પૈસા વગેરેની લેણદેણમાં પણ શત્રુતા થઈ જાય છે. કેટલાક લોકો ઈર્ષાવશ શત્રુ બનતા હોય છે. ગમે તે હોય, પરંતુ શત્રુતા માણસને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org