________________
પ્રવચન ૮૮
૧૭૩ સુખથી જીવવા દેતી નથી.
એક ભાઈએ મને કહેલું કે તે પોતાની પત્નીને શત્રુ માનતો હતો, તે પોતાના ઓરડામાં એકલો સૂતો હતો. ઓરડો અંદરથી બંધ રાખતો હતો. કોઈ કોઈ વાર તો ઊંઘમાં પણ બૂમ પાડતો હતો. મને મારી નાખ્યો..મારી પત્નીએ મને મારી નાખ્યો. તેણે મને પૂછ્યું કે હું શું કરું?” મેં કહ્યું હતુંઃ “ઘર છોડી દે, સંસાર છોડીને સાધુ બની જા, નિર્ભય બની જઈશ...કોઈ શત્રુ નહીં રહે...”
સભામાંથી શું એણે દીક્ષા લીધી?
મહારાજશ્રી દીક્ષા લેવી એટલી સરળ નથી. સંસારનાં વિવિધ દુખો ભોગવવાં તમને કબૂલ છે, પરંતુ દીક્ષા લેવી મંજૂર નથી. સાચી વાત છે ને ? એટલા માટે તમારા માટે તો ભાવકરુણાની ભાવના ભાવવાની છે. ૪. સંસારમાં વૃદ્ધાવસ્થાનું પણ એક મોટું દુખ છે. શરીર અને પાંચ ઈન્દ્રિયો કમજોર
થઈ જાય છે. આપણું કામ સ્વયં નથી કરી શકતા ત્યારે જીવન પરાધીન બની જાય છે, પરાશ્રિત બની જાય છે. પરાધીનતા ખૂબ મોટું દુઃખ છે. જે સ્વજનોને વર્ષો સુધી સુખ આપ્યું હોય છે, એ સ્વજનો તરફથી ધૃણા, અપમાન, તિરસ્કાર મળે છે ત્યારે કેટલું દુઃખ થાય છે, એ જાણવું હોય તો એવા વૃદ્ધ પુરુષોને એકાન્તમાં પૂછવું. મેં તો પૂછવું છે. આંખોમાંથી આંસુ વહાવીને તેમણે પોતાનાં દુઃખો બતાવ્યાં છે.
એક શ્રીમંત વૃદ્ધે કહ્યું હતું: “મેં શૂન્યમાંથી સર્જન કર્યું હતું. નાના ગામમાંથી શહેરમાં આવ્યો હતો. નોકરી કરી હતી. પછી નાનોશો ધંધો કર્યો. ભાગ્યે સહારો આપ્યો. ધંધો વિકસતો ગયો. લાખો રૂપિયા કમાયો. મોટો બંગલો લીધો. લગ્ન કર્યા. પરિવાર વધ્યો, ચાર છોકરા થયા, તેમને ભણાવ્યા, મોટા કર્યા. ઘરમાં બબ્બે કારી લીધી. છોકરાઓનાં લગ્ન કર્યા. બધાંને બધા પ્રકારના સુખનાં સાધનો આપ્યાં. છોકરાઓ ધંધો સંભાળવા લાગ્યા. એક દિવસ હું બીમાર પડ્યો. શરીર અશક્ત થયું, કેટલાક દિવસ હૉસ્પિટલમાં રહ્યો. ઘેર આવ્યો પરંતુ તે પછી હું કદી દુકાને - ઑફિસે જઈ ન શક્યો. એક-બે વર્ષ તો પરિવારે મારી સારી સેવા કરી. મારી પત્નીનું મૃત્યુ થઈ ગયું. હું મનથી ખૂબ નિરાશ થઈ ગયો. ધીરે ધીરે ઘરમાં મારી ઉપેક્ષા થવા લાગી.
એક દિવસે મેં જ છોકરાઓને કહ્યું હવે મારે આ ઘરમાં રહેવું નથી. હું કોઈ સારા વૃદ્ધાશ્રમમાં રહીશ. બધાએ સંમતિ આપી દીધી. હું વૃદ્ધાશ્રમમાં આવી ગયો. અહીં મને શાન્તિ છે, પરંતુ શારીરિક પરાધીનતા દુઃખદાયક છે જ. અહીં નોકરોની પરાધીનતા છે.”
Jain Education International
ational
For Private & Personal Use Only
www.jainelibrary.org