________________
૨૦
શ્રાવક જીવન : ભાગ ૪ જ્યારે માણસને મીઠા, મધુર શબ્દો સાંભળવા મળે છે તો કલાકો સુધી એમાં ખોવાઈ જાય છે. શિકારી જેવી રીતે હરણને વીંધી નાખે છે એ રીતે એને કોઈ વધતું નથી. કોઈ એના પર ગોળી ચલાવતું નથી. પરંતુ એ વખતે જે પાપકર્મો બંધાય છે, એ કર્મોની ભયાનકતા એ શિકારી કરતાં ય વધારે ભયાનક હોય છે.
જ્યારે કોઈ મનુષ્ય કોઈક મનપસંદ રૂપ-સૌંદર્યના પાશમાં બંધાઈને રૂપને નિહાળે છે ત્યારે પાપકર્મ તેનું સર્વસ્વ લૂટી લેવા તૈયાર થઈ જાય છે. એનો ખ્યાલ પણ એને ક્યાં હોય છે ? સુગંધી ફૂલ, મઘમઘાટ કરતાં ચંપા-ચમેલીનાં અત્તરોસુવાસ વેરતાં ઇન્ટીમેટ’માં લીન બનેલા જીવાત્માઓ! તેમને તે વખતે પોતાના જ શરીરમાં ભરેલી બદબૂ-દુર્ગધનો ખ્યાલ નથી આવતો. એ વખતે બંધાતાં કર્મોની બદબૂ સડેલા સાપની દુર્ગધ કરતાં પણ અનંતગણી વધારે હોય છે, એ વાત તમને કેવી રીતે સમજવું ?
જ્યારે માણસ મનપસંદ રસમાં, રસોપભોગમાં લીન બની જાય છે. છ યે રસોથી ભરપૂર ભોજન ઉપર તૂટી પડે છે, એમાં એકરૂપ થઈ જાય છે, એ સમયે માછલીનાં જડબાંને વીંધતા પેલા લોઢાના કાંટા કરતાં પણ ભયંકર કર્મોના તીક્ષ્ણ શૂળ આત્માની આરપાર કેવાં ઊતરી જાય છે, તે તો પ્રત્યક્ષ દ્રષ્ટા જ્ઞાની પુરષો જ બતાવી શકે. મનપસંદ અને મનવાંડ્યા વિષયોની ગોદમાં રંગરાગની હોળી ખેલતા વિષયાન્વોને કોણ સમજાવા જાય કે “ભાઈ, આ ઈન્દ્રિય-પરવશતા તને રૌરવ નર્કની વેદનાઓ વચ્ચે ધકેલી દેશે ! આ ઈન્દ્રિય-પરવશતાના પાશને ત્યજી દે, પોતાની જાતને અનુશાસિત કર. માનવ જીવનને આવું કોડીના મૂલે ન વેચી દે.' સમજાવીએ છતાં સાંભળે છે કોણ ?
શબ્દ-રૂપ, રસ-ગંધ, સ્પર્શના વિષયસુખોમાં પાંચેય ઈન્દ્રિયોના માધ્યમથી ડૂબેલા મનુષ્યો કેવા બેહાલ થાય છે, અને સંસારમાં ભટકાઈ પડે છે એની કલ્પના પણ કંપાવી નાખે છે. અપ્રાપ્ત વિષયોને પ્રાપ્ત કરવાની તીવ્ર અભીપ્સા અને પ્રાપ્ત વિષયોના રક્ષણની સતત ચિંતા, ઇન્દ્રિય પરવશ જીવને કેટલી ઘોર પીડા આપે છે, એનો જરાક તો વિચાર કરો? સ્વચ્છંદી મનુષ્યની આ પરવશતા એને ભવસાગરમાં ખૂબ ઊંડો ડૂબાડી દે છે. શબ્દાદિ વિષયો સાથે પ્રીતિ બાંધતાં અને રંગરાગ ખેલતાં તમારા મનને રોકો. સમજાવીને રોકો. નહીંતર ભવિષ્યમાં અસંખ્ય ભવ અંધકારમય અને દુઃખમય બની જશે.
આ રીતે ભવસ્થિતિનું અનુપ્રેક્ષણ કર્યું. જીવન (આયુષ્ય) શરીર, યૌવન, સંપત્તિ, સંબંધો તેમજ પાંચ ઈન્દ્રિયોના વિષયો - આ છ બાબતો જ ભવ-સંસારની મુખ્ય વાતો છે. આ છ બાબતોનું અનુપ્રેક્ષણ-અનુચિંતન કરવાનું છે. કેવી રીતે અનુચિંતન કિરવું - એ આજ સમજાવ્યું છે.
આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org