________________
( પ્રવચન ૭૪
પરમ ઉપકારી, પરમ કૃપાનિધિ, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવક જીવનના વિષયમાં સર્વાગીણ માર્ગદર્શન આપ્યું છે. યોગાભ્યાસથી શરૂ કરીને તેમણે અંતઃકરણની વિશુદ્ધિ માટે અદ્ભુત પ્રેરણા આપી છે. ચિત્તને અશુભ અને અશુદ્ધ વિચારોથી મુક્ત કરવા યોગસાધના, નમસ્કારાદિ ચિંતન, ક્રોધાદિ દોષોના ઉપાયોનું ચિંતન અને ભવસ્થિતિનું અવલોકન કરવાનું કહ્યું છે.
હવે તેઓ કહે છે: તનુ તનuથમાવના પાટણા સંસારની નિર્ગુણતાનું વારંવાર ચિંતન કરતા રહો. પુનઃપુનઃ ચિંતનને ‘ભાવના' કહે છે. સંસારની નિર્ગુણતા-અસારતાનું વારંવાર ચિંતન કરવું જોઈએ. વારંવાર ચિંતન કરવાથી, વિવિધ દૃષ્ટિથી ચિંતન કરવાથી સંસારનાં સુખો પ્રત્યે રાગ-આસક્તિ તૂટતી જશે. સંસાર પ્રત્યે વૈરાગ્ય-ભાવ જાગશે. સંસાર પ્રત્યે વૈરાગ્ય દ્રઢ કરો:
બ્દયમાં સંસાર પ્રત્યે એટલે કે સંસારની મુખ્ય ૬ વાતો કાલે બતાવી હતી, એના પ્રત્યે વૈરાગ્ય જાગૃત થવો અને દ્રઢ થવો અતિ આવશ્યક છે. એટલે આપણું હૃય વિરક્ત બનવું જોઈએ. વિરક્ત રહેવું જોઈએ. રહેવાનું છે સંસારમાં અને સંસાર પ્રત્યે આસક્તિ નથી રાખવાની. જે રીતે કમળ પાણીમાં રહે છે, છતાં પણ પાણીથી નિર્લેપ રહે છે એ રીતે. હૃયમાં સંસારની વિરક્તિ ભરીને જીવનારો જીવ કમોંનું બંધન અતિ અલ્પ કરે છે. આ જ સૌથી મોટું પ્રયોજન છે વિરક્તિનું વિરક્ત મનુષ્ય સંસારમાં રહેતો હોવા છતાં અશાન્તિ, સંતાપ અને ઉદ્વેગનો શિકાર બનતો નથી. પ્રશમરતિ ગ્રંથમાં કહ્યું છે કે :
द्रढतामुपैति वैराग्यभावना येन येन भावेन ।
तस्मिन् तस्मिन् कार्यः कायमनोवाग्भिरभ्यासः ॥ પ્રતિદિન એક જ કામ કરવું, વૈરાગ્યની ભાવનાને ‘વાસના” બનાવી દો. મનથી તનથી અને વચનથી આ એક જ કાર્ય કરવા જેવું છે. જ્યારે વૈરાગ્યની ભાવના વાસનાના રૂપમાં પરિવર્તિત થઈ જશે, ત્યારે વૈરાગ્ય આપોઆપ સ્થિર થઈ જશે. જેમ જેમ વૈરાગ્ય વાસનારૂપ બનતો જશે, તેમ તેમ રાàષની વાસના નષ્ટ થતી જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org