________________
પ્રવચન ૭૩
૧૯
પારલૌકિક દૃષ્ટિથી જોવામાં આવે તો સંબંધોનું પિરવર્તન નજરે પડે છે. એક ભવની માતા બીજા ભવમાં પુત્રી અથવા પત્ની બની શકે છે, બહેન બની શકે છે. એક ભવનો પુત્ર બીજા ભવમાં પિતા બની શકે છે, ભાઈ બની શકે છે, શત્રુ બની શકે છે. એટલા માટે તો તીર્થંકર ભગવંતોએ કહ્યું છે કે, ‘સંસારમાં સર્વ જીવો સાથે આપણે સર્વ પ્રકારના સંબંધો કર્યાં છે. તમામ સંબંધો પરિવર્તનશીલ છે. કોઈ પણ સંબંધ સ્થાયી...શાશ્વત નથી.’ અને તમામ દુઃખોનું મૂળ પણ સંબંધો છે. સંયોગ છે. જ્ઞાની પુરુષોએ કહ્યું છે 'સંગોનમૂળ નીવે પાટુલપરંપરા સર્વ દુઃખોનું મૂળ સંયોગ છે, સંબંધ છે. જ્યારે અજ્ઞાની જીવ સંબંધોમાંથી સુખ શોધે છે ! આગમાંથી શીતળતા પામવાની આશા રાખે છે !
સંબંધોની પોકળતા જાણી લો, સમજી લો. સંસારનો કોઈ પણ સંબંધ તીવ્રતાથી બાંધવાનો નથી. માત્ર વ્યાવહારિક ભૂમિકા ઉપર જ સંબંધો નભાવવાના છે. સભાનતા રાખો કે તીવ્ર રાગદ્વેષ ન થઈ જાય.
પાંચ ઇન્દ્રિયોના વિષય :
સંસારની આ છઠ્ઠી મહત્ત્વપૂર્ણ વાત છે વિષયોની. પાંચ ઇન્દ્રિયોના અસંખ્ય વિષયો છે. જીવાત્મા એ વિષયોમાં પ્રિય-અપ્રિયની કલ્પના કરે છે. ઇષ્ટ-અનિષ્ટની કલ્પના કરે છે, અને એ વિષયોને કારણે ક્રોધાદિ કષાયોમાં ફસાતો જાય છે.
અજ્ઞાની જીવ વિષયોમાં - ‘આ સારું છે, આ સારું નથી.' એવી કલ્પના કરે છે. આ વાસ્તવિકતા નથી. કોઈ વિષય સારો નથી હોતો, કોઈ ખરાબ નથી હોતો. સારા-ખોટાની કલ્પના મનુષ્યના મનની હોય છે. એટલા માટે તો એક દિવસે જે વસ્તુ સારી લાગે છે, તે બીજે દિવસે સારી લાગતી નથી. જે વસ્તુ આપણને સારી લાગે છે તે બીજાને સારી નથી લાગતી.
એટલા માટે જ્ઞાની પુરુષો વિષયોનું અવલોકન કરવાનો ઉપદેશ આપે છે. વિષયો પ્રત્યે રાગદ્વેષ ન કરવા જોઈએ, આ મહત્ત્વપૂર્ણ વાત છે ઃ પ્રિય વિષયો પ્રત્યે રાગ અને અપ્રિય વિષયો પ્રત્યે દ્વેષ ! આ રાગદ્વેષનું ચક્ર નિરંતર ચાલતું રહે છે, આપણો આત્મા પાપકર્મોથી બંધાતો રહે છે.
તીર્થંકરોએ વિષયોને વિષ સમાન કહ્યા છે. જીવે જીવવા માટે અનિવાર્ય રૂપે જેટલા વિષય-ભોગ કરવા પડે, એટલા જ કરવાનો ઉપદેશ આપ્યો છે. ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે વિષયભોગ કરવાના નથી. આમેય ઇન્દ્રિયો કદીય તૃપ્ત થતી નથી. ઇન્દ્રિયો સમુદ્ર જેવી છે ! હજારો નદીઓ સમુદ્રને મળે છે, પરંતુ સમુદ્ર કદી તૃપ્ત થયો નથી. એ રીતે ઇન્દ્રિયોને ગમે તેટલા વિષયો આપ્યા કરો, પણ તે તૃપ્ત થવાની નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org