________________
પ્રવચન ૯૪
૨૩૭ લેશે તો..મારી નાખશે.” આમ વિચારતો જ હતો અને નગરરક્ષક ત્યાં આવ્યા. ચોરોને પકડી લીધા. સુવર્ણમુદ્રાઓને હવેલીમાં રાખીને નગરરક્ષકો ચોરોને લઈ
ગયા.
એ સમયે સુવતે શું વિચાર્યું હતું, તે જાણો છો? “મારી આ સંપત્તિને કારણે આ લોકોને ચોરી કરવાની ઈચ્છા થઈ..ચોરી કરી, પકડાઈ ગયા. હવે તેઓ માય જશે. મારે એમને મૃત્યુદંડમાંથી બચાવવા જોઈએ. સર્વ અનર્થોનું મૂળ આ સંપત્તિ છે.”
સુવ્રતના વિચારો પસંદ આવ્યા? ધીર અને વીર પુરુષોના વિચારો ખૂબ ઉન્નત હોય છે, ભવ્ય હોય છે, ઉદ્દાત્ત હોય છે. તમારા મનમાં થતું હશે - “ચોરો પ્રત્યે દયા? ના, ના. આવા દુષ્ટોને તો સજા થવી જ જોઈએ.” સાચી વાત છે ને ?
ચોર પકડાઈ જાય તો તમારા મનમાં ચોરો પ્રત્યે ક્રોધ આવશે ને? કારણ કે જડ પદાર્થો પ્રત્યે તમે નિસ્પૃહ-અનાસક્ત બન્યા નથી. ધીરતા અને વીરતા નિઃસ્પૃહતામાંથી-અનાસક્તિમાંથી ઉત્પન્ન થાય છે. અપરાધીને પણ ક્ષમા આવા ધીર-વીર પુરુષો જ આપી શકે છે.
ચાર વાતો પ્રત્યે નિસ્પૃહ - અનાસકત બનવાનું છે : - સ્વજનો પ્રત્યે, - પરિજનો પ્રત્યે, – વૈભવ-સંપત્તિ પ્રત્યે અને - શરીર પ્રત્યે.
સુવ્રત શ્રેષ્ઠીએ ચોરોને અભયદાન અપાવ્યું. પછી ૧૧ પત્નીઓ સાથે તેણે ચારિત્રના મહાશૈલ ઉપર આરોહણ પણ કર્યું. ભાવશ્રાવકધર્મનું અકલંક પાલન સર્વવિરતિમય ચારિત્ર પ્રાપ્ત કરાવે જ છે.
સભામાંથીઃ એ નંદ મણિકાર દેવ થયો, પછી શું થશે? મહારાજશ્રી દેવભવમાં તેણે ભગવાન મહાવીરની ખૂબ જ ભક્તિ કરી હતી. જ્યારે તેનું દેવાયુષ્ય પૂર્ણ થશે, તો મનુષ્યભવમાં જન્મ પામીને, ચારિત્રધર્મની આરાધના કરીને, સર્વકર્મક્ષય કરીને મુક્તિ પામશે.
જ્યારે તમે નંદ અંગે પૂછવું છે તો દેવભવનો એક કિસ્સો સંભળાવીને પ્રવચન પૂર્ણ કરીશ.
ભગવાન મહાવીર રાજગૃહના ગુણશૈલ ચૈત્યમાં બિરાજમાન હતા. એક દિવસ રાજા શ્રેણિક ભગવાનની પાસે બેઠો હતો. એટલામાં ભગવાનને છીંક આવી. ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org