________________
૨૩૮
શ્રાવક જીવન : ભાગ ૪ પાસે જ એક કુષ્ઠરોગી બેઠો હતો. તેણે કહ્યું: “ભગવન્, આપ મૃત્યુ પામશો.”
પછી શ્રેણિકને છીંક આવી. કોઢી બોલ્યો “તું ઘણા દિવસ જીવીશ.” થોડીક વાર પછી અભયકુમારને છીંક આવી, કોઢવાળા માણસે કહ્યું : “જીવ યા મર.” એટલામાં કાલસૌકરિક કસાઈ છીંક્યો. કોઢી બોલ્યોઃ “જીવીશ નહીં તેમજ મરીશ પણ નહીં.”
એ કોઢીએ ભગવાન માટે મરવાની વાત કરી હતી. એટલા માટે શ્રેણિકને ખૂબ ક્રોધ આવ્યો હતો. તેણે પોતાના સુભટોને આજ્ઞા કરી કે “આ કોઢી અહીંથી ઊઠીને ચાલ્યો જાય, ત્યારે તેને પકડી લેજો.”
દેશના સમાપ્ત થતાં રાજાના સૈનિકોએ એ કોઢીને ઘેરી લીધો, પરંતુ ક્ષણવારમાં એ કોઢી આકાશમાર્ગે ચાલ્યો ગયો, અદ્ગશ્ય થઈ ગયો
રાજા શ્રેણિક વિસ્મિત થઈ ગયા અને ભગવાનને પૂછ્યું : “ભગવનું, આ કુષ્ઠી કોણ હતો ?'
શ્રેણિક, આ દુર્ધરનામનો સૌધર્મદિવલોકનો દેવ હતો.” ભગવાને નંદ મણિકારનું એ વૃત્તાંત -દેડકાના ભવનું વૃત્તાંત કહી સંભળાવ્યું. શ્રેણિક હર્ષિત થયો. એણે છીંકની બાબતમાં દેવે જે અલગ અલગ વાતો કહી હતી તેનું સ્પષ્ટીકરણ પૂછ્યું.
ભગવાને કહ્યું : * “એણે મને કહ્યું કે હવે સંસારમાં રહીને શું કરો છો? શીઘ મોક્ષે જાઓ.’ * “તને કહ્યું - “જીવ’ એનો અર્થ છે કે તને જીવવામાં સુખ છે, મરીને તારે
નરકમાં જવાનું છે.” * અભયકુમારને કહ્યું “જીવ યા તો મર' એનો અર્થ છે કે અભયકુમાર જીવતાં
ધર્મ કરી રહ્યો છે, તો મરીને અનુત્તર દેવલોકમાં જશે.” * કાલસૌકરિકને કહ્યું: “જીવ પણ નહીં, અને મર પણ નહીં. એનો અર્થ છે
“તે અત્યારે તો પાપ કરી રહ્યો છે, મરીને તે સાતમી નરકમાં જશે.' ભગવાનના સ્પષ્ટીકરણથી સૌને આનંદ થયો. આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org