________________
(પ્રવચન : ૮૫)
પરમ કૃપાનિધિ, મહાન વ્યુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થ ધર્મની ક્રિયાત્મક તેમજ ભાવનાત્મક અનેક વાતો જણાવી છે. અધ્યાયના અંતમાં તેમણે આ સૂત્ર લખ્યું છે :
* સત્ત્વવિ૬ ઐતિયો શરૂા. • સર્વ જીવો પ્રત્યે મૈત્રી, • ગુણવાનો પ્રત્યે પ્રમોદ, • દુઃખી જીવો પ્રત્યે કરુણા અને • અવિનીતો પ્રત્યે ઉપેક્ષા.
આ રીતે જીવસૃષ્ટિ પ્રત્યે શ્રાવકોની મનઃસ્થિતિ હોવી જોઈએ. સમ્યગુ વૃષ્ટિ જીવોનો જીવસૃષ્ટિ પ્રત્યે આ અભિગમ હોવો જોઈએ.
સૌપ્રથમ મૈત્રીભાવનાના વિષયમાં વિવેચન કરવામાં આવે છે. ચારે ભાવનાઓમાં સૌથી વધારે વિસ્તાર આ ભાવનાનો છે. મૈત્રી સર્વ જીવો પ્રત્યે હોવી જોઈએ. પ્રમોદ માત્ર ગુણવાનો પ્રત્યે રાખવાનો છે. કરુણા દુઃખી જીવો પ્રત્યે અને ઉપેક્ષા અવિનીત જીવો પ્રત્યે રાખવાની હોય છે. આ દૃષ્ટિથી મૈત્રીનું મહત્ત્વ ઘણું વધારે છે.
મૈત્રી હશે તો જ પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના પેદા થઈ શકશે અને સ્થિર રહેશે. મૈત્રી નહીં હોય તો પ્રમોદ વગેરે એક પણ ભાવના નહીં હોય.
ઊર્ધ્વલોક, અધોલોક અને મધ્યલોક - ત્રણે લોકના સર્વે જીવો પ્રત્યે મૈત્રીભાવના રાખવાની છે. “સર્વ જીવો મારા મિત્રો છે, એક પણ જીવ મારો શત્રુ નથી' આ પ્રકારનું ચિંતન કરતા રહેવાનું છે. શત્રુતાથી મન કલુષિત થાય છે ?
મારો કોઈ શત્રુ નથી,' આ વિચાર, આ ચિંતન કરવું અત્યંત આવશ્યક છે; કારણ કે શત્રુતાની ભાવનાથી મનની સ્થિતિ બગડે છે. મન અસ્વસ્થ બને છે. “આ મારો શત્રુ છે,’ એ વિચારથી મનમાં ઉત્તેજના પેદા થાય છે. કોઈ વાર મન નિરાશ પણ થાય છે.
કોઈ એક વ્યક્તિ પ્રત્યે પણ દુભવના, દ્વેષ, શત્રુતા પેદા થાય છે તો મનમાં ઉત્તેજના ફેલાઈ જાય છે. મનોવૈજ્ઞાનિકો કહે છે કે એવી વ્યક્તિને “ઇન્ડયૂસ્ડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org