________________
૧૪
થોડીક વાર પછી એમાંથી દુર્ગંધ છૂટે છે.
* શરીર સ્વયં તો અપવિત્ર છે જ, શરીરના સંપર્કમાં આવનાર વસ્ત્ર, ભોજન વગેરે પણ ગંદાં થઈ જાય છે.
શ્રાવક જીવન : ભાગ ૪
* પુરુષના શરીરમાં નવ છિદ્રો હોય છે, એ છિદ્રોમાંથી અપવિત્રતા વહેતી રહે છે. સ્ત્રીના શરીરમાં બાર છિદ્રો હોય છે, એ છિદ્રોમાંથી અશુદ્ધિ-અપવિત્રતા નીકળતી જ રહે છે.
આવા શરીર ઉપર આસક્તિ કેવી રીતે થાય ? શરીરનું આ ભીતરનું અવલોકન છે. આવું અવલોકન કરતા રહેવાથી આપણા શરીર પર અનુરાગ થતો નથી; અને બીજાંના શરીર ઉ૫ર ૫ણ વિરક્તિ ઉત્પન્ન થાય છે. આવો જ્ઞાની પુરુષ આત્મસ્વરૂપમાં લીન રહે છે. ‘કાર્તિકેય-અનુપ્રેક્ષા'માં કહેવામાં આવ્યું છે ઃ
'जो परदेह विरतो जिय देहे णय करेदि अणुरायं । असुइत्ते भावणा तस्स பய
अप्प - सस्व-सुरतो ‘શરીરની અશુચિનું ચિંતન કરવાથી મનુષ્ય બીજાનાં શરીર પ્રત્યે વિરક્ત બની જાય છે. પોતાના જ દેહમાં અનુરાગ નથી કરતો અને આત્મસ્વરૂપમાં લીન બને છે.’
આનો અર્થ એ થાય છે કે જ્યાં સુધી સ્વ-પર શરીર પ્રત્યે અનુરાગ રહેશે ત્યાં સુધી આત્મસ્વરૂપમાં રમણતા થવી અસંભવ છે. દેહાસક્તિ આત્મરમણતામાં બાધક થાય છે. જો આત્મધ્યાનમાં લીન બનવું હોય તો દેહની-શરીરની આસક્તિ છોડવી પડશે.
જ્યારે પણ શરીર સાથે જોડાયેલી સ્નાનાદિ ક્રિયા કરો, તે સમયે શરીરની વાસ્તવિક આંતરિક સ્થિતિનું ચિંતન કરવું જોઈએ. એનાથી જાગૃતિ આવશે. શરીર ઉપર અનુરાગ નહીં થાય. શરીરના રૂપ-લાવણ્ય પ્રત્યે આકર્ષણ નહીં થાય. ‘અશુચિ ભાવના’નું ચિંતન-મનન કરતા રહો. એનાથી માનસિક શાન્તિ પ્રાપ્ત થશે. મન નિર્મળ બનતું જશે.
યૌવન :
સંસારની ત્રીજી વાત છે યૌવન. સામાન્ય મનુષ્ય યૌવનકાળને વૈષયિક સુખોના ઉપભોગનો સમય માને છે. અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ યૌવનકાળમાં જ થઈ શકે છે; એવું માનીને એ બે પુરુષાર્થમાં ડૂબી જાય છે.
તત્ત્વજ્ઞાનીઓએ તો યૌવનકાળને ‘અંધકાર' કહ્યો છે. એવો અંધકાર કે જે સો સૂર્યોના પ્રકાશથી પણ અભેદ્ય હોય છે. જો યૌવનમાં અજ્ઞાનનો ઘોર અંધકાર હોય તો તેને ભેદવો - દૂર કરવો ખૂબ મુશ્કેલ કાર્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org