________________
૧૩
પ્રવચન ૭૩ આ જીવનની સાચી વાસ્તવિકતા છે. એટલા માટે પોતાના અને બીજાનાં જીવન સાથે મોહ ન રાખવો જોઈએ. તીવ્ર રાગ ન રાખવો જોઈએ. જીવનના આયુષ્યની વાસ્તવિકતાનું ભાન સતત રહેશે તો રાગ ટકી શકશે નહીં. મોહ રહેશે નહીં. જેવું રામચંદ્રજીને વાસ્તવિકતાનું ભાન થયું કે તરત જ લક્ષ્મણ પ્રત્યેનો મોહ દૂર થઈ ગયો. એમના ચિત્તમાં વિરક્તિ આવી ગઈ અને તેઓ ગૃહત્યાગ કરીને શ્રમણ બની ગયા. જીવન-આયુષ્ય અસ્થિર છે, વિનાશી છે, કોઈ પણ સમયે નાશ પામવાનું છે. આ વાત સમજી લો. શરીર :
જીવાત્માના જીવનમાં મુખ્ય વાત છે શરીર ! શરીરનું મહત્ત્વ સૌએ સ્વીકાર્યું છે. જીવનમાં શરીર મહત્ત્વપૂર્ણ તત્ત્વ છે, એ વાતમાં કોઈ શંકા નથી. પરંતુ શરીરને કઈ દ્રષ્ટિથી જોવું એ વાત સમજી લેવાની છે. બાહ્ય દ્રષ્ટિથી માણસ શરીરનું રૂપ અને શરીરનો સ્પર્શ - આ બે જ વાતો જુએ છે. શરીરનું રૂપ સારું હોવું જોઈએ; એનો સ્પર્શ સુખદ હોવો જોઈએ.
ત્રીજી વાત વિચારવાની છે શરીરના આરોગ્યની. શરીર નીરોગી રહેવું જોઈએ. આ દ્રષ્ટિએ મનુષ્ય સ્નાન કરે છે, શરીરને સુવાસિત કરે છે, માલિશ કરે છે, ઔષધોપચાર કરે છે, વસ્ત્રાલંકારથી શણગારે છે. આ રીતે તે દેહાસક્ત બની જાય છે. આત્મા અને શરીરનો ભેદ ભૂલીને શરીરને જ આત્મા માનવા લાગે છે. આત્મા વિસરાઈ જાય છે. શરીરાસક્તિ-દેહાસક્તિથી મનુષ્ય પાપકર્મો બાંધતો જાય છે. શરીરના વિષયમાં અનેક ચિંતાઓથી ઘેરાયેલો રહે છે.
જ્ઞાની પુરુષોએ શરીરનું આંતરિક અવલોકન કરવાની પ્રેરણા આપી છે. બહારથી સુંદર, આકર્ષક તેમજ નીરોગી દેખાતું શરીર અંદરથી કેવું છે, એ વિચારવા જેવું છે.
सयल कुहियाण पिंडं-किमि-कुल-कलियं अउव्व दुग्गंधं । मलमुत्ताण य गेहं देहं जाणे हि असुइमयं ॥ “આ શરીર ઘણી અશુદ્ધ - ગંદી વસ્તુઓથી બનેલું છે. શરીરની અંદર કૃમિ વગેરે અસંખ્ય જીવ ભરેલા પડ્યા છે. તે અત્યંત દુર્ગધમય છે અને મળમૂત્રનું ઘર છે. શરીરને અપવિત્ર માનો.” * મનુષ્ય-શરીર છિદ્રવાળા મદિરા-ઘટ જેવું છે. મદિરાનો ઘડો ધોવાથી પવિત્ર
બની શકતો નથી તેવી રીતે મનુષ્ય-શરીર પણ ધોવાથી પવિત્ર બની શકતું નથી. * મનુષ્ય-શરીર લસણ જેવું છે. જેવી રીતે લસણમાં સ્વાભાવિક દુર્ગધ હોય છે,
એ જ રીતે શરીર પણ દુર્ગધથી ભરેલું છે. ભલે સ્નાન કરો, વિલોપન કરો, યા અત્તર લગાડીને સુગંધિત કરો. થોડોક સમય તે ભલે સુગંધિત રહે, પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org