________________
( પ્રવચન ૮૧
પરમ કૃપાનિધિ, મહાન મૃતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધમબિંદગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવક જીવનના વિષયમાં સવગીણ માર્ગદર્શન આપ્યું છે.
જ્યારે શ્રાવકના ચિત્તમાં સાધુધર્મ પ્રત્યે, શ્રમણધર્મ પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થાય છે, ત્યારે ત્રણ તત્ત્વો પ્રત્યે સહજતાથી શ્રદ્ધા થાય જ છે. ૧. મોક્ષમાર્ગરૂપ સાધુધર્મના પ્રકાશક તીર્થંકર પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા ઊપજે છે. ૨. સાધુધર્મનું સાચું સ્વરૂપ બતાવનારા સગુરુ પ્રત્યે શ્રદ્ધા થાય છે. અને ૩. ધર્મતત્ત્વ પ્રત્યે શ્રદ્ધા જન્મે છે.
શ્રદ્ધા’ મહત્ત્વપૂર્ણ ગુણ છે, કારણ કે આ ગુણની સાથે બીજા અનેક ગુણ સંલગ્ન થાય છે. આ સર્વ ગુણોને આત્મામાં વૃઢ કરવા પડે છે. અન્યથા આ ગુણો ચાલ્યા પણ જાય છે.
- ક્ષાયોપશમિક ભાવના ગુણ પ્રગટ થાય છે અને અંતધ્વનિ પણ થઈ જાય છે. આવવું - જવું એ આ ગુણોનો સ્વભાવ છે. - ક્ષાયિક ભાવના ગુણો એક વાર પ્રગટ થયા પછી કદી જતા નથી.
એટલા માટે ગ્રંથકાર આચાર્યશ્રીએ કહ્યું છે કે યથોચિત ગુણવૃદ્ધિ II આ સૂત્રનો અર્થ બરાબર સમજો. જે સમયે જે ગુણની પુષ્ટિ-વૃદ્ધિ કરવી જરૂરી હોય, એ ગુણની પુષ્ટિ કરવી જોઈએ. એક જ લક્ષ્ય : ગુણવૃદ્ધિ : - સાધુ હોય યા શ્રાવક, તેનું એક જ લક્ષ્ય, એક જ ધ્યેય, એક જ આદર્શ રહેવો જોઈએ, અને તે છે ગુણવૃદ્ધિ. પ્રત્યેક શુભ - શુદ્ધ ક્રિયાનું લક્ષ્ય-ધ્યેય-આદર્શ એક માત્ર આત્મગુણોની વૃદ્ધિ જ હોવી જોઈએ... વ્યાપારી-દુકાનની જેમ માત્ર એક જ ધ્યેય પૂર્ણ કરવામાં લાગી જાય છે. અને એ ધ્યેય છે ધનવૃદ્ધિ..! ધન એકત્ર કરવા માટે, સંપત્તિ ભેગી કરવા માટે તે દરેક પ્રકારનો માર્ગ અપનાવે છે. ઉપાયો અને યોજનાઓને કાયન્વિત કરે છે. પછી તો ભલેને તેણે અપનાવેલો માર્ગ અપાર કષ્ટ અને અથાગ પરિશ્રમવાળો કેમ ન હોય ? પરંતુ તે લક્ષ્યપૂર્તિ માટે સદા-સર્વદા સચેત, સજાગ અને તૈયાર રહે છે. જેમ જેમ ધનવૃદ્ધિ થતી રહે છે તેમ તેમ તેના પુરુષાર્થમાં પણ વૃદ્ધિ થતી રહે છે. તેનો પુરુષાર્થ વધતો જાય છે. અને આમ થતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org