________________
૧૦૦
તેના ઉત્સાહનું ઠેકાણું રહેતું નથી.
બરાબર આ રીતે જ ધાર્મિક ક્રિયાત્મક સાધના ગુણવૃદ્ધિ માટે ખોલેલી દુકાન જ છે. પ્રત્યેક ધર્મક્રિયાનું લક્ષ્ય-ધ્યેય ગુણોની વૃદ્ધિ જ હોવું જોઈએ. જે જે ક્રિયાઓના માધ્યમથી ગુણોની વૃદ્ધિ થવાની સંભાવના હોય, ભલેને એ ક્રિયાઓ કષ્ટપ્રદ અને પરિશ્રમપૂર્ણ કેમ ન હોય, પણ ગુણવૃદ્ધિના અભિલાષી માણસે એ હસતાં હસતાં કરવી જોઈએ; અને જેમ જેમ ગુણવૃદ્ધિ થતી જશે એમ એના પુરુષાર્થમાં એક પ્રકારની સ્થિરતા આવતી જશે. પરિણામ-સ્વરૂપ ક્રિયાનો આનંદ બ્રહ્માનંદચિદાનંદ સ્વરૂપ બનતો જશે.
શ્રાવક જીવન : ભાગ ૪
ગુણસંપત્તિની રક્ષા કરો :
અન્તરાત્મામાં પ્રગટેલો શુભ, પવિત્ર...ઉન્નત મોક્ષાનુકૂલ ગુણવૈભવ આપણી શ્રેષ્ઠ સંપત્તિ છે. આ વાત સૌથી પહેલાં માનવી પડશે. ગુણવૈભવનું ૫૨મ ઉચ્ચકોટિનું મૂલ્યાંકન કરશો તો જ એનું સંરક્ષણ કરવું - એને પરમ કર્તવ્ય સમજશો. યાદ રાખો કે ગુણોની સંપદાના માધ્યમથી જ આપણે પરમપદની પ્રાપ્તિ કરી શકીશું.
ગુણોની, શુભ ભાવનાઓની પોતાની વિશેષતા હોય છે. જો પ્રત્યેક સમયે સાવધાનીપૂર્વક એનું સંરક્ષણ નહીં કરીએ તો તેને નષ્ટ થતાં વાર નહીં લાગે. મેં તેમને પહેલાં જ જણાવી દીધું કે ક્ષાયોપમિક ભાવના ગુણ ચંચળ હોય છે, એટલા માટે તેમનું સંરક્ષણ કરવું અતિ આવશ્યક છે.
હવે સર્વ પ્રથમ ગુણોની સુરક્ષા માટે, ગુણોની દૃઢતા માટે સાત ઉપાયો બતાવું
છું.
૧. પહેલો ઉપાય છે વ્રતનું સ્મરણ. જ્યારે આપણા શુભ ભાવો ઉપર અશુભ ભાવોનું આક્રમણ થાય છે ત્યારે આપણે અંગીકૃત વ્રતોનું સતત સ્મરણ કરવું જોઈએ. આ સ્મરણથી આત્મામાં એવી અદ્ભુત શક્તિ જાગ્રત થશે કે જેના બળથી અશુભ ભાવોને સરળતાથી નષ્ટ કરી શકશો.
૨. બીજો ઉપાય છે ગુણવાનોનું સન્માન. ગુણવાન માણસ એટલે શુભ ભાવનાઓનાં શસ્ત્રોથી સજ્જ સૈનિક, તેમના પ્રત્યે અગાધ શ્રદ્ધા, ૫૨મ ભક્તિ અને અપાર પ્રીતિ રાખવાથી સંકટ કાળમાં તેઓ સહાય કરવા દોડી આવે છે, અને આપણા આત્મધનની રક્ષા કરે છે.
૩. ત્રીજો ઉપાય છે પાપ જુગુપ્સા. આપણે જે પાપોનો પરિત્યાગ કરી દીધો હોય, એમના પ્રત્યે કદી કોઈ પણ પ્રકારનું આકર્ષણ પેદા થવું ન જોઈએ. મોહની સુખવાસના જાગ્રત ન થઈ જાય એટલા માટે સદૈવ પાપો પ્રત્યે ઘૃણા કરવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org