________________
પ્રવચન ૮૧
૧૦૧
૫.
જોઈએ. પાપો પ્રત્યે આપણા મનમાં નફરતની આગ સળગતી રહેવી જોઈએ. ૪. ચોથો ઉપાય છે પરિણામની આલોચના. પાપક્રિયાથી આવનારાં પરિણામો
અને ધર્મક્રિયાનાં પરિણામ પર વિચાર કરવો જોઈએ. ચિંતન-મનન કરવું જોઈએ. પાપથી દુઃખ અને ધર્મથી સુખ” આ સૂત્ર સદૈવ સ્મૃતિમાં રાખવું જોઈએ. પાંચમો ઉપાય છે તીર્થંકર-ભક્તિ, દેવાધિદેવ તીર્થંકર ભગવાનનું નામસ્મરણ, દર્શન-પૂજન કરતા રહો. તીર્થકર ભગવાનના અનંત ઉપકારોનું સતત સ્મરણ કરતા રહો. તીર્થંકર પરમાત્મા પ્રત્યે અનન્ય પ્રતિભાવ જાગ્રત થવાથી,
આપણા ગુણોમાં વૃદ્ધિ થાય છે. શુભ ભાવોમાં અભિવૃદ્ધિ થાય છે. ૬. છઠ્ઠો ઉપાય છે સુસાધુઓની સેવા. મોક્ષમાર્ગનું અનુકૂળ આચરણ કરનારા
સાધુપુરષોની સેવાભક્તિ કરવી જોઈએ. તેમને આહાર, વસ્ત્ર, પાત્ર, ઔષધ
આદિ આપવાં જોઈએ. દયમાં તેમના પ્રત્યે પ્રીતિ-ભક્તિ હોવી જોઈએ. ૭. સાતમો ઉપાય છે ઉત્તમ ગુણોની આરાધના. પચ્ચખાણ, ગુરુવંદના
પ્રતિક્રમણ, તપ, ત્યાગ, વિનય, વિવેક આદિ વિશિષ્ટ ધર્મક્રિયાઓમાં સદેવ
પ્રવૃત્તિશીલ રહેવું જોઈએ. શુભ ક્રિયાઓ કરતા રહો :
શુભ ક્રિયા શુભ ભાવોની, સદ્ગણોની વાડ છે. કાંટાળી અને મજબૂત વાડ છે. જો એ વાડમાં બાકોરું પડી ગયું તો અશુભ ભાવનાં પશુ પ્રવેશી જતાં વાર નહીં લાગે. અશુભ ભાવનાં પશુઓ અંદર આવીને શુભ ભાવોનો હર્યોભર્યો પાક નષ્ટ કરી દે છે, એ ગમાર ખેડૂત પણ સારી રીતે સમજે છે, કે વાડ વગર પાકની રક્ષા નથી થઈ શકતી, તમે લોકો તો બુદ્ધિશાળી છો !
સભામાંથી બુદ્ધિશાળી ય નહીં, ગમાર પણ નહીં, અમે તો મૂઢ છીએ.
મહારાજશ્રી પોતાની જાતને મૂઢ ન માનો, તમે સમજો છો પરંતુ તમે રસ્તો ભૂલ્યા છો. અણુવ્રત-મહાવ્રતના ભાવ અને સમ્યગુદર્શન, જ્ઞાન-ચારિત્રના ભાવોની સુરક્ષા તથા સંરક્ષણ માટે જ અનંતજ્ઞાની તીર્થકરોએ તપ-સંયમાદિ અનેકવિધ ક્રિયાઓનો ઉપદેશ આપ્યો છે.
ક્રિયાઓનો, શુભ ક્રિયાઓનો પરિત્યાગ કરીને શુભ ભાવોની, ગુણોની વૃદ્ધિ અને રક્ષાની વાત કરવી એ તદ્દન મૂર્ખતા છે. એક વાત સ્પષ્ટતાપૂર્વક સમજી લો કે અશુભ ભાવોની જન્મદાત્રી અશુભ ક્રિયાઓ જ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org