________________
૧૦૨
મૌલિક ગુણ સમ્યગ્ દર્શન :
‘ધર્મબંદુ’ ગ્રંથના ટીકાકાર આચાર્યદેવે લખ્યું છે ઃ ‘સમ્યગ્ દર્શનાદિ ગુણોની વૃદ્ધિ કરવી જોઈએ.’ ‘વૃદ્ધિ’નો અર્થ તેમના મતે પુષ્ટીકરણ. પુષ્ટીકરણનો અર્થ બતાવ્યો છે ર્શનપ્રતિમા-વતપ્રતિમા-અભ્યાસ ।
શ્રાવક જીવન : ભાગ ૪
પહેલાં તમને ‘સમ્યગ્ દર્શન'ની બાબતમાં કેટલીક જાણકારી આપું છું. એની પછી પુષ્ટીકરણના ઉપાય દર્શનપ્રતિમા' અને ‘વ્રતપ્રતિમાનું સ્વરૂપ સમજાવીશ.
સમ્યગ્ દર્શનને ‘સમ્યક્ત્વ' પણ કહે છે. એ રીતે ‘સમકિત’ પણ કહે છે. ત્રણે સમાનાર્થી શબ્દો છે. ‘સમ્યક્ત્વ’ શબ્દની પરિભાષા કરતાં કહેવામાં આવ્યું છે કે "સયાનીવઃ તત્ત્વમાવઃ સમ્યત્વમ્ " એનો અર્થ આ થાય છે - જીવનો મોક્ષાનુકૂલ પ્રશસ્ત-સ્વભાવ સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વ, જીવનો પ્રશસ્ત ભાવ છે - મોક્ષાનુકૂળ ભાવ છે. આ શુભ પ્રશસ્ત ભાવ આત્મામાંથી ઉત્પન્ન થાય છે; આ ભાવ કોઈને આપી શકાતો નથી.
-
સમ્યક્ત્વનો ભાવ આત્મામાં પ્રગટ થાય છે. કોઈને સ્વાભાવિક – નૈસર્ગિકરૂપથી પ્રગટ થાય છે તો કોઈને બાહ્ય નિમિત્તથી પ્રગટ થાય છે. કોઈને સહજતાથી મિથ્યાત્વ-મોહનીય કર્મનો ઉપશમ થાય છે, ક્ષયોપશમ થાય છે, ક્ષય થાય છે. કોઈને નિમિત્ત મળતાં મિથ્યાત્વ મોહનીયનો ઉપશમ ક્ષયોપશમ યા ક્ષય થાય છે. આ ક્રિયાઓ સ્વયં આત્મામાં જ થાય છે, ત્યારે આત્મામાં સમ્યક્ત્વ ગુણ પ્રગટ થાય છે.
સમ્યગ્દર્શનનો પ્રતિભાવ :
આત્મામાં જ્યારે સમ્યગ્દર્શનનો ગુણ પ્રગટ થાય છે, ત્યારે સર્વ પ્રથમ ૫૨મ તત્ત્વભૂત જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ - આ નવ તત્ત્વો ઉ૫૨ શ્રદ્ધા થાય છે. આ તત્ત્વોનો તે ભાવપૂર્વક અભ્યાસ કરે છે. આ પ્રથમ પ્રતિભાવ હોય છે.
આ પરમાર્થભૂત નવ તત્ત્વોને સમજનારા, પ્રતીતિ કરાવનારા આચાર્ય, ઉપાધ્યાય યા સાધુ પ્રત્યે તેના ચિત્તમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે. પ્રીતિથી પ્રેરિત થઈને તે એ આચાર્ય વગેરેની સેવા કરે છે. પર્યુંપાસના કરે છે, વૈયાવચ્ચ કરે છે. આ બીજો પ્રતિભાવ છે.
નવતત્ત્વોનો યથાર્થ બોધ થતાં જો કદાચ પૂર્વાવસ્થામાં કોઈ નિહ્નવ - (જિનોક્ત તત્ત્વોનો મનસ્વી અર્થ કરનાર) વગેરેનો પરિચય થયો તો તે સંપર્કને તોડી નાખે છે. તેને ખબર પડી જાય છે કે નિદ્ભવ આદિના કરેલા તત્ત્વાર્થ ખોટા હતા. એટલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org