________________
૧૦૩
પ્રવચન ૮૧ માટે એ એમનો ત્યાગ કરી દે છે. આ ત્રીજો પ્રતિભાવ છે.
પૂવવસ્થામાં કદાચ કોઈ એકાન્તવાદી બૌદ્ધદર્શન આદિના પરિચયમાં આવ્યો હોય તો તેમનો પણ પરિચય નથી રાખતો. તેને તમામ મિથ્યાદર્શનોની ખોટી માન્યતાઓનો અવબોધ થઈ જાય છે. પછી તો તેમનો સંપર્ક નથી રાખતો. આ ચોથો પ્રતિભાવ છે.
હવે તમે લોકો આત્મસાક્ષીએ ચિંતન કરો. જો તમે લોકો પોતાની જાતને સમ્યગુ દ્રષ્ટિ માનતા હો, સમકિતી માનતા હો તો વિચાર કરો, આ ચાર પ્રતિભાવો તમારામાં છે? જીવ આદિ નવતત્ત્વોનું તમે અધ્યયન કર્યું છે?
સભામાંથી જીવતત્ત્વનો પણ યથાર્થબોધ નથી.... મહારાજશ્રી તો પછી તમે સમ્ય દ્રષ્ટિ કેવી રીતે બની ગયા? આ નવ તત્ત્વો તીર્થકર ભગવંતનો મુખ્ય ઉપદેશ છે. જિનવચનોને સમજ્યા વગર તીર્થકર ઉપર તમારી શ્રદ્ધા કેવી રીતે બેસી ગઈ ? તમે નવતત્ત્વોનો બોધ કેમ પ્રાપ્ત કર્યો નથી? શું સમાવનારા કોઈ ગુરના મળ્યા? કે પછી સમજવા માટે જે બુદ્ધિ જોઈએ તે બુદ્ધિ નથી? યા તો સમજવા માટે સમય ન મળ્યો? શું વાત છે ? સમય છે, બુદ્ધિ છે... સમજાવનારા સદુગરનો સંયોગ છે. તો પણ તમે નવતત્ત્વોનો બોધ પ્રાપ્ત નથી કરતા તો સમજી લેવાનું કે એ તમારો ઘોર પ્રમાદ છે. સમ્ય દર્શન પ્રાપ્ત કરવાની તમારી યોગ્યતા જ નથી, અને નવતત્ત્વોનો બોધ પ્રાપ્ત કર્યા સિવાય પોતાની જાતને સમકિતવૃષ્ટિ માનવી એ એક ભ્રમણા છે.
તમેવ સર્વ નિઃશં ગં નિહિં પડ્યું ” તે જ સાચું અને નિઃશંક છે કે જે જિનેશ્વરોએ કહ્યું છે. આવા પ્રકારની શ્રદ્ધા ક્યારે થાય ? જિનેશ્વરોએ શું કહ્યું છે તે જાણ્યા વગર શ્રદ્ધા ઉત્પન્ન થાય ખરી? આપણે જિનેશ્વરને માનીએ છીએ, આપણે અરિહંતોને માનીએ છીએ - એટલું કહેવા માત્રથી શ્રદ્ધાવાન નથી બની શકાતું. અરિહંતને આપણા પરમેશ્વર માનવાનું કોઈ કારણ છે! કોઈ બીજો માણસ તમને પૂછે . ‘તમે અરિહંતને જ તમારા પરમેશ્વર શા માટે માનો છો ?' તમે શું જવાબ આપશો? જો તમે નવ તત્ત્વોનો બોધ પ્રાપ્ત કર્યો હશે તો કહેશો – ‘વિશ્વનાં તત્ત્વોનો યથાર્થ બોધ અરિહંત પરમાત્માએ કરાવ્યો છે, એટલા માટે અમે અરિહંતને અમારા પરમાત્મા માનીએ છીએ.... વિશ્વનાં તમામ તત્ત્વોનો સમાવેશ આ નવ તત્ત્વોમાં થઈ જાય છે..... પરિપૂર્ણ વિશ્વદર્શન વીતરાગ-સર્વજ્ઞ પરમાત્માએ જ કરાવ્યું છે. આ શ્રદ્ધા વાસ્તવિક શ્રદ્ધા છે.
આનાથી પણ આગળ જીવતત્ત્વનું જેમ જેમ સૂક્ષ્મ અધ્યયન કરતા જશો, જીવનું વૈભાવિક અને સ્વાભાવિક સ્વરૂપ જાણતા જશો તેમ તેમ તમારું સમ્યગૂ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org