________________
૧૭૮
શ્રાવક જીવન : ભાગ ૪
હિતોપદેશ સાંભળવા માટે અપાત્ર - અયોગ્ય બની જાય છે. હિતોપદેશ આપનાર ભલેને સર્વજ્ઞ, વીતરાગ ભગવાન મહાવીર હોય, ગોશાલક અને જમાલિ એનાં જ્વલંત ઉદાહરણો છે. આ બંને ભગવાનના શિષ્યો હતા. કેટલોક સમય તો તેઓ ભગવાનની સાથે રહ્યા પણ હતા. આ બંને ઉપર ભગવાનના ઉપકાર પણ હતા. પરંતુ બંનેમાં જ્યારે અજ્ઞાનનો અંધકાર ઊતરી આવ્યો તો બંને અહંકારના હાથી ઉપ૨ સવા૨ થયા અને મિથ્યાત્વ મોહથી ભ્રમિત થઈ ગયા, ત્યારે ભગવાનને છોડીને ચાલ્યા ગયા અને પોતપોતાની મિથ્યા માન્યતાઓનો પ્રચાર કરવા લાગ્યા હતા. વિના કારણે આ બંનેએ ભગવાન જેવા વીતરાગ સર્વજ્ઞ પ્રત્યે શત્રુતા ધારણ કરી હતી. આમ તો એ બે જણા દુનિયાની સામે ધર્મની જ વાતો કરતા હતા, પરંતુ એમના મનમાં ધર્મનો એક અંશ પણ ન હતો. એટલા માટે તે બંને જણા અશાંત હતા, ઉદ્વિગ્ન હતા, ગોશાલકનું મોત પણ ખૂબ કષ્ટમય થયું. તેોલેશ્યા’ તેના શરીરમાં પ્રવેશી ગઈ હતી. એથી ભયંકર વેદના સહન કરીને તે મર્યો હતો.
આવા જીવો પ્રત્યે ‘કરુણા' જ રાખવી ઉચિત બતાવવામાં આવી છે. બીજા જીવોનાં દુઃખ દૂર કરવાનું ચિંતન કરનાર મનુષ્ય ભવિષ્યમાં સાચું અને શ્રેષ્ઠ સુખ પામે છે. આ વાત આપણા સર્વને માટે મહત્ત્વની છે.
—
ન
કોઈ પણ જીવ માટે ‘આ દુઃખી થાઓ,’ એવો વિચાર કદી ન કરવાનો સંકલ્પ કરો.
‘સર્વ જીવો સુખી થાઓ' - એવો વિચાર કરવાનો સંકલ્પ કરો.
પાપી જીવ પણ પુણ્યશાળી બનો.
અજ્ઞાની જીવને જ્ઞાનપ્રાપ્તિ થાઓ.
---
- દુર્ગુણી જીવ ગુણવાન થાઓ.
આવી કરુણામય ભાવનાથી આત્માને ભાવિત કરનારો મનુષ્ય બે લાભ પ્રાપ્ત કરી શકે છે.
આ વર્તમાન જીવનમાં એનું મન સ્વસ્થ રહે છે.
પરલોકમાં શ્રેષ્ઠ અને સુંદર સુખ પ્રાપ્ત કરે છે.
આ પ્રકારની કરુણા ભાવનાથી પોતાના હૃદયને નવપલ્લવિત રાખવા માટે કરુણાનિધાન પરમાત્માની આરાધના-ઉપાસના કરતા રહો, આ જ એક શ્રેષ્ઠ ઉપાય છે હૃદયને કરુણાસભર બનાવવા માટેનો.
આજે બસ, આટલું જ.
Jain Education International
★
For Private & Personal Use Only
www.jainelibrary.org