________________
( પ્રવચન ૮૯ )
પરમ કૃપાનિધિ, મહાન વ્યુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં અંતિમ સૂત્ર સાવિ વિયોઃ ” આપ્યું છે. ભાવશ્રાવકના હૃયમાં સંસારના જીવો પ્રત્યે મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા – આ ચાર ભાવનાઓ હોવી જ જોઈએ.
મૈત્રી અને પ્રમોદનું વિવેચન કર્યા પછી “કરુણા' ભાવનાનું વિવેચન ચાલી રહ્યું છે. દુઃખી જીવો પ્રત્યે કરણા' ભાવના બતાવી છે. દુઃખી જીવોનાં દુઃખ દૂર કરવાની ઈચ્છા થવી અભિલાષા થવી, એ કરણા છે. પરંતુ આ ભાવનામાં એક સાવધાની રાખવાની છે :
મોદકુંતઃ અજ્ઞાનમૂત્ર II નિષિદ્ધા / એક બાળકને તાવ આવ્યો છે. એણે ઘરમાં મીઠાઈ જોઈ. તેને મીઠાઈ ખાવાની ઈચ્છા થઈ. તે માની પાસે મીઠાઈ માગે છે. માતા મીઠાઈ આપતી નથી; બાળક રડે છે. માતા સમજાવે છે: બેટા, તારા શરીરમાં તાવ છે, તારે મીઠાઈ ન ખાવી જોઈએ, મીઠાઈ ખાવાથી તાવ વધે છે. પરંતુ બાળક તો અજ્ઞાની છે. એનામાં એ સમજદારી નથી હોતી. તે મીઠાઈ ખાવાની હઠ કરે છે... એ સમયે જો માતા મોહવશ થઈને મીઠાઈ આપે છે તો તે સાચી કરુણા નથી. મીઠાઈ ખાવાથી બાળકનું અહિત જ થાય. એટલા માટે એને મોહયુક્ત - અજ્ઞાનમૂલા કરુણા કહે છે. એવી કરુણા નિષિદ્ધ છે. આ રીતે - દયાથી પ્રેરિત થઈને કોઈને ઘાતક શસ્ત્રો ન આપવાં જોઈએ. - દયાથી પ્રેરાઈને કોઈને ઝેર વગેરે પદાર્થો ન આપવા જોઈએ. – દયાથી પ્રેરાઈને કોઈને નશીલા પદાર્થો ન આપવા જોઈએ.
જે વસ્તુ આપવાથી બીજાનું અહિત થવાની સંભાવના હોય, દુઃખ ઘટવાની નહીં, પરંતુ વધવાની સંભાવના હોય; એવી વસ્તુ ન આપવી જોઈએ. માગનારો ગમે તેટલી દીનતા બતાવતો હોય તો પણ ન આપવી જોઈએ.
ખબર પડી જાય કેઃ “આ માણસ શરાબી છે, જુગારી છે, વેશ્યાગામી છે, તો એને કદી પૈસા ન આપવા જોઈએ. એ માણસ ગમે તેટલો દુઃખી હોય તો પણ તેને પૈસા ન આપો. એ ભૂખ્યો હોય તો ભોજન આપો, તરસ્યો હોય તો પાણી આપો, દરદી હોય તો દવા આપો, પરંતુ પૈસા ન આપો. દુઃખી માણસોની પાત્રતા
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only