________________
પ્રવચન ૮૮
૧૭૭
મિથ્યાભિમાન, માણસને સત્યનો સ્વીકાર કરવા દેતું નથી. આવા લોકો પ્રત્યે પણ ‘ભાવકરુણા' જ રાખવાની છે. જે લોકો નાસ્તિક છે, એમને આસ્તિકતાની પ્રાપ્તિ થાઓ, સન્માર્ગની પ્રાપ્તિ થાઓ અને તેઓ સુખી થાઓ.” એવી કરુણાભાવના ભાવવાની છે. નાસ્તિકતાથી પ્રમાદની પુષ્ટિઃ
જે મનુષ્ય આત્માને નથી માનતો, સ્વર્ગ-નર્કને નથી માનતો, પુણ્ય-પાપને નથી માનતો, તે પ્રમાદવશ બનશે જ. તે હિંસા કરશે. જૂઠ બોલશે. ચોરી કરશે. વ્યભિચાર સેવન કરશે. કારણ કે તે હિંસા વગેરેને પાપ જ માનતો નથી. એ આ પણ માનતો નથી કે હિંસા વગેરે કરવાથી પાપકર્મ બંધાય છે અને પાપકર્મથી દુગતિમાં જવું પડે છે. તે ન તો પાપને પાપ માને છે, ન તો પુનર્જન્મને માને છે, સ્વર્ગ-નર્કને પણ માનતો નથી. એટલા માટે તે ક્રોધ-માન-માયા અને લોભ કરતો રહે છે. વિષયકષાયોના પ્રમાદનું ભરપૂર સેવન કરે છે.
માંસભક્ષણ કરે છે, મદિરાપાન કરે છે, પરસ્ત્રીગમન કરે છે. આ ઘોર પાપ એને નરકમાં લઈ જાય છે. નિગોદમાં લઈ જાય છે. ત્યાં અસંખ્ય વર્ષો સુધી ઘોર દુઃખ, ત્રાસ સહન કરે છે. એવા અજ્ઞાની પ્રમાદી જીવો પ્રત્યે ભાવકરુણા જ રાખવાની
છે.
નાસ્તિક માણસ કેવાં કેવા પાપ નિર્ભયતાપૂર્વક કરે છે તે જાણો છો ? “રાજા પ્રદેશી'નું ઐતિહાસિક ઉદાહરણ વાંચજો. મેં એક વાર તમને કહ્યું પણ છે. આ તો એનો ભાગ્યોદય હતો કે આચાર્યશ્રી કેશી ગણધર, એને મળી ગયા અને એમની આત્મતત્ત્વની વાત રાજાને ગમી ગઈ, અન્યથા તે પણ નરકગામી બની જાત.
પાપને પાપ ન માનનારા, ધર્મને ધર્મ ન માનનારા લોકો વિવિધ પાપાચરણમાં જ પોતાનું જીવન વિતાવે છે. તેમના આત્મામાં લાગેલાં પ્રગાઢ કર્મ જે તેમને આસ્તિક નથી બનવા દેતાં તો તે દુર્ગતિઓમાં ભટકતા ઘોર દુઃખ અને ત્રાસ ભોગવતા રહે છે.
બુદ્ધિના જડ અને વક્રદૃષ્ટિવાળા અજ્ઞાની લોકો જ્ઞાની પુરુષોનો હિતોપદેશ સાંભળતા નથી, અને ધર્મની એક પણ વાત તેમને સ્પર્શ સુદ્ધાં કરતી નથી. તમે જ બતાવો, એવા જીવોનાં દુઃખ, કષ્ટ, આપત્તિ કેવી રીતે દૂર થાય ?
જે લોકો હિત-અહિત સમજતા નથી, સારું અને ખોટું સમજતા નથી, પાપ અને પુણ્ય માનતા નથી, એવા લોકો કદીય જ્ઞાની પુરુષોની હિતકારી વાણી સાંભળતા જ નથી. હિતોપદેશ સાંભળવો તેમને પસંદ પડતો નથી.
અજ્ઞાન, અહંકાર અને મિથ્યાત્વને કારણે બુદ્ધિમાન અને શાસ્ત્રજ્ઞ પુરુષ પણ
1ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org