________________
૧૦૭
પ્રવચન ૮૧ ચારિત્રધર્મનો અનુરાગ થાય છે ?
જિનવચનોને સાંભળતાં સાંભળતાં તે ચારિત્રધર્મને જાણે છે, સમજે છે, એને ચારિત્રધર્મ પ્રિય પણ લાગે છે. ચારિત્રધર્મ પામવાની એની ઈચ્છા તીવ્ર થાય છે. પરંતુ એક નિશ્ચિત નિયમ છે કે ચારિત્રધર્મની પ્રાપ્તિમાં બાધક ચારિત્રમોહનીય કર્મનો જ્યાં સુધી ક્ષયોપશમ નથી થતો, ત્યાં સુધી ચારિત્રધર્મની પ્રાપ્તિ થઈ શકતી
નથી.
સમકિતવૃષ્ટિ જીવ વ્રત-નિયમોની ઉપાદેયતા સારી રીતે સમજે છે, છતાં પણ વ્રત નિયમ લેવાનો પ્રહણ કરવાનો ઉલ્લાસ એના દયમાં પેદા થતો નથી.
સભામાંથી વ્રત-નિયમ ઉપાદેય લાગતાં અને પ્રિય લાગતાં તેમનો સ્વીકાર કરવો જ જોઈએ.
મહારાજશ્રી ઃ જો એનું ચારિત્રમોહનીય કર્મ ઉદયમાં હશે તો તે ગ્રહણ નહીં કરી શકે. ગમે તેટલું પ્રિય લાગે...પરંતુ કર્મ ગ્રહણ નહીં કરવા દે. દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમથી તેને સમ્યગુ દર્શન ગુણની પ્રાપ્તિ થઈ ગઈ હોય, છતાં તે વ્રતનિયમ ચાહતો હોવા છતાં પણ પ્રહણ નથી કરી શકતો. તો પણ તે ચારિત્રધર્મની પ્રશંસા તો કરતો રહેશે. દેશચારિત્ર અને સર્વચારિત્ર - બંને પ્રકારનાં ચારિત્રની પ્રશંસા કરશે. બંને પ્રકારનાં ચારિત્રની વિસ્તૃત જાણકારી ય પ્રાપ્ત કરશે.
ચારિત્રધર્મનો આ અનુરાગ સમ્યગુ દર્શનને તો દ્રઢ કરે જ છે, સાથે સાથે ચારિત્રમોહનીય કર્મને પણ તોડતો જાય છે. એટલા માટે કહું છું કે તમે ચારિત્રધર્મની સદેવ પ્રશંસા કરતા રહો. કોઈકને કોઈક દિવસે અવરોધક કર્મ તૂટશે.. અને ચારિત્રધર્મની પ્રાપ્તિ સરળ થઈ જશે. - ચારિત્રધર્મ ઉપર પ્રેમ તો છે ને? જો પ્રેમ હશે તો સમજવું કે તમને સમ્યગૂ દર્શનની પ્રાપ્તિ થઈ છે. સમકિત વૃષ્ટિ જીવનું આ જ લિંગ છે બીજું - ચારિત્રધર્મનો અનુરાગ. પરમાત્મતત્ત્વ ગુરુતત્ત્વનો અનુરાગ :
સમ્યગ્દર્શનનું ત્રીજું લિંગ છે પરમાત્મપ્રેમ અને ગુરુપ્રેમ. પરમાત્મપ્રેમ હોવાથી એ મહાનુભાવ પરમાત્માના દર્શનમાં, સ્મરણમાં અને પૂજનમાં તત્પર રહેશે જ. તેને પરમાત્મદર્શન કરવાની પ્રતિજ્ઞા લેવી પડતી નથી. તે જાતે જ મંદિરમાં જશે, અને ભાવવિભોર થઈ જશે પરમાત્માના દર્શન કરતાં. એને પરમાત્મપૂજનની ય પ્રતિજ્ઞા લેવી પડતી નથી; તે પહેલાં પરમાત્મપૂજન કરશે પછી મુખમાં પાણી લેશે.
વર્તમાનકાળમાં પણ આવા સમકિત દ્રષ્ટિ મનુષ્યોને મેં જોયા છે. એમનો પરમાત્મપ્રેમ જોઈને હું ઘણી વાર ભાવવિભોર બની જાઉં છું ! પરમાત્મપ્રેમીને કહેવું પડતું નથી કે તું અષ્ટપ્રકારી પૂજા કરજે. પોતાનાં જ દ્રવ્યોથી પૂજા કરજે.' આ કહેવું પડતું નથી. તે જાતે જ કરે છે. ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરે છે. દ્રવ્યપૂજા કરે છે, ભાવપૂજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org