________________
૧૧૪
શ્રાવક જીવન : ભાગ ૪
હોય છે કે પ્રયત્ન કરવાથી ક્રોધ પર સંયમ કરી શકાય છે. ક્રોધનાં કડવાં પરિણામોનું ચિંતન કરવું એ એક પ્રયત્ન જ છે ને ? પરંતુ આ પ્રયત્ન મન-વચન-કાયાથી કરવો જોઈએ. સંકલ્પપૂર્વક હોવો જોઈએ. મારે ક્રોધ નથી ક૨વો' એ સંકલ્પ હોવો જોઈએ.
સમકિત દ્રષ્ટિ જીવાત્માની સાથે કોઈ વ્યક્તિ દુર્વ્યવહાર કરે, એને નુકસાન પહોંચાડે....એની નિંદા કરે...છતાં પણ એની ઉપર ક્રોધ ન કરવો; ક્રોધ ઉત્પન્ન થાય જ નહીં, એવી પ્રકૃતિનું નિર્માણ ક૨વાનું હોય છે સમકિત વૃષ્ટિ જીવને. કેટલાક યોગભ્રષ્ટ આત્માઓ એવા પણ હોય છે કે પૂર્વજન્મોથી એવી પ્રકૃતિ લઈને અહીં જન્મ્યા હોય છે, કે જેમને સહજતાથી ઉપશમભાવ રહે છે. હૃદયમાં ક્રોધ ઊઠતો જ નથી.
સમ્યગ્ દર્શન ગુણ આ પાંચ ગુણોથી પુષ્ટ થાય છે, વિશુદ્ધિ પામે છે અને જીવને પૂર્ણતા પ્રત્યે પ્રેરિત કરે છે. દર્શન-પ્રતિમાની આરાધના કરો ઃ
‘ધબિંદુ’ ગ્રંથના ટીકાકાર આચાર્યશ્રીએ સમ્યક્ત્વ ગુણની વૃદ્ધિ, પુષ્ટિ કરવા માટે 'દર્શન-પ્રતિમા'ની આરાધના કરવાનો નિર્દેશ કર્યો છે. ‘દર્શન-પ્રતિમા’ શ્રાવકની જે ૧૧ પ્રતિમાઓ છે એમાં પહેલી જ પ્રતિમા છે દર્શન-પ્રતિમા.’ આ વિષયને સમજાવવા પૂર્વે તેમનાં નામ સાંભળી લો :
૧. દર્શન-પ્રતિમા (સમ્યક્ત્વ)
૨. વ્રત-પ્રતિમા (અણુવ્રત)
૩. સામાયિક-પ્રતિમા (સાવઘત્યાગ, નિરવઘસેવન) ૪. પૌષધ-પ્રતિમા (પર્વાદનોમાં વિશેષ અનુષ્ઠાન) ૫. પ્રતિમા-પ્રતિમા (કાયોત્સર્ગ)
૬. અબ્રહ્મત્યાગ-પ્રતિમા (બ્રહ્મચર્ય પાલન)
૭. સચિત્તવર્જન-પ્રતિમા (સચેતન દ્રવ્યનો ત્યાગ)
૮. આરંભવર્જન-પ્રતિમા (ખેતી વગેરે આરંભોનો ત્યાગ)
૯. પ્રેષ્ટત્યાગ-પ્રતિમા (બીજાંની પાસે આરંભ ન કરાવો)
૧૦. ઉદ્દિદ્ઘત્યાગ-પ્રતિમા (શ્રાવકના નિમિત્તે બનાવેલા ભોજનનો ત્યાગ) ૧૧. શ્રમણભૂત-પ્રતિમા (સાધુની રીતે રહેવું)
‘પ્રતિમા’નો અર્થ થાય છે વિશિષ્ટ કોટિનું ધર્મઆરાધના. દરેક પ્રતિમા ધારણ ક૨વાનો નિશ્ચિત સમય હોય છે. જેમ કે પ્રથમ પ્રતિમાનો એક મહિનો, બીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org