________________
પ્રવચન ૭૪
ઓળખનારાઓનો સહયોગ લેવો જોઈએ. તેમનું માર્ગદર્શન લઈને જાળને તોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. કર્મમય સંસારની જાળને, એની રચનાને, વિશેષતાને સમજાવનારા જ્ઞાની પુરુષોનું શરણ લેવું જોઈએ, અને તેમના માર્ગદર્શન અનુસાર સંસાર-જાળને તોડવાનો પુરુષાર્થ કરવો જોઈએ.
પરંતુ એક સાવધાની રાખવી. જાળને જાણ્યા પછી નિરાશ થવાનું નથી. ઉદાસ નથી બનવાનું કે : “અરે, કેટલી મજબૂત છે આ જાળ ? આપણે આ જાળને કેવી રીતે તોડી શકીશું? ઠીક, તો પછી આ સંસાર-જાળમાં ફસાયેલા રહીને જ જીવન વ્યતીત કરીશું? અને ફરી પાછું ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, પાથરવું, રહેવાનું, ફરવાનું. આ બધું અહીં પણ મળે તો છે ને ?' આ રીતે જો તમે જાળમાં જીવવાનું સ્વીકારી લીધું, તો પછી તમે જાળ તોડી નહીં શકો. વૈરાગ્યનાં કેટલાંક કારણો :
સંસારની અસારતાનું, નિર્ગુણતાનું ચિંતન કરવાનું ગ્રંથકારે કહ્યું છે. કારણ કે આ ચિંતનથી મનુષ્યનું મન વિરક્ત બને છે. વિરક્ત મન તાપ-સંતાપ અને બ્લેષોથી અલિપ્ત રહે છે. અલિપ્ત મન આત્મધ્યાનમાં સહજતાથી લીન બની શકે છે અને આત્માનંદની અનુભૂતિ કરી શકે છે.
પ્રશમરતિ' ગ્રંથમાં એવાં આઠ કારણો બતાવ્યાં છે, જેનું ચિંતન કરવાથી સંસારની અસારતા અનુભવાય છે. મન સંસાર પ્રત્યે વિરક્ત-વિરાગી બની જાય
देशकुलदेहविज्ञानायुर्बल-भोग-भूति-वैषम्यम् । द्रष्टवा कथमिह विदुषां भव-संसातरे रतिर्भवति ॥ જો તમારી બુદ્ધિ નિર્મળ છે, પુનિત પ્રજ્ઞા છે, તો તમે આ સંસારની અપાર વિષમતાઓને સમજી શકશો. અપાર-અનંત વિષમતાઓથી ખીચોખીચ ભરેલો આ સંસાર! પછી ભલે ને તે દેવોનો સંસાર હોય, મનુષ્યોનો સંસાર હોય-પશુપક્ષી યા નારકીય જીવોનો સંસાર હોય. સંસાર એટલે વિષમતા !
મનુષ્યની પ્રજ્ઞા જ્યાં વિષમતાનું દર્શન કરે છે, ત્યાં મનુષ્ય મન પ્રીતિનો સંબંધ જોડતું નથી. અજ્ઞાનતામાં જે પ્રીતિ થઈ ગઈ તો તે જલદી તૂટી જશે, જરાકે વાર લાગતી નથી. જ્ઞાની પુરુષોએ સંસારની અનેક વિષમતાઓનું સ્પષ્ટ દર્શન કરાવ્યું છે. જોઈએ માત્ર નિર્મળ બુદ્ધિ ! જો તમારી બુદ્ધિ નિર્મળ હશે તો તમે સંસારની વિષમતાઓનું મર્મસ્પર્શી દર્શન કરી શકશો અને પ્રીતિનો પ્રવાહ દિશા બદલી નાખશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org