________________
૧૫૪
શ્રાવક જીવન : ભાગ ૪
કુટુંબોની અનેક સ્ત્રીઓ લક્ષ્મીવતીના મંદિરમાં આવતી હતી, અને પરમાત્માની પૂજા-ભક્તિ કરતી હતી. લક્ષ્મીવતી રાણી હતી છતાં પણ વિનમ્ર હતી. સર્વ શ્રાવિકાઓ સાથે સદ્યવહાર કરતી હતી. નગરમાં સર્વત્ર લક્ષ્મીવતીની પ્રશંસા
થતી હતી.
લક્ષ્મીવતીના મહેલમાં પ્રતિદિન પ્રભુભક્તિનો મહોત્સવ જોઈને અને લક્ષ્મીવતીની પ્રશંસા સાંભળીને કનકોદરી રાણી ઈર્ષાથી બળવા માંડી. કનકોદરી લક્ષ્મીવતીનાં યશકીર્તિ અને ધામધૂમ સહન કરી શકતી ન હતી. તેણે વિચાર કર્યો : “આ સર્વ ધામધૂમનું મૂળ છે આ રત્નમય મૂર્તિ. મંદિરમાં મૂર્તિ છે એટલા માટે નગરની સ્ત્રીઓ આ મંદિરમાં આવે છે. અને લક્ષ્મીવતીની સાથે નાચે છે. હું આ મૂર્તિને ત્યાંથી ઉપાડી લઈ....દૂર કરું.....જમીનમાં દાટી દઉં યા પાણીમાં ડુબાડી દઉં...મંદિરમાં મૂર્તિ જ નહીં રહે તો પછી લક્ષ્મીવતીને ત્યાં કોણ આવશે ?
ઈર્ષાએ કનકોદરીને અતિક્રૂર બનાવી દીધી, આક્રમક બનાવી દીધી. તે લક્ષ્મીવતીનો ગુણવૈભવ ન જોઈ શકી, ઈષિએ એને ગુણદર્શન ન કરવા દીધાં,
પ્રમોદભાવનાને હૃદયમાં પ્રવેશવા ન દીધી.
યુક્તિ-પ્રયુક્તિથી એક દિવસે કનોદીએ લક્ષ્મીવતીના મંદિરમાંથી જિનપ્રતિમા ચોરી લીધી અને પ્રતિમાને છુપાવીને તે સંધ્યા સમયે, નગરની બહાર - જ્યાં આખા નગરની ગંદકીનો ઢગલો હતો ત્યાં ગઈ. ત્યાં ખાડો કર્યો, અને જિનપ્રતિમાને ત્યાં ખાડામાં નાખી દીધી. કનકોદરી એ સમજતી હતી કે મને કોઈ જોતું નથી. પરંતુ ત્યાંથી પસાર થતી એક ‘જયશ્રી' નામની સાધ્વીએ કનકોદરીના આ દુષ્ટ કૃત્યને જોઈ લીધું હતું..
સાધ્વીના મનમાં ખૂબ દુઃખ થયું : ‘આ સ્ત્રી ઉચ્ચકુળની સ્ત્રી દેખાય છે, છતાં પણ જિનમૂર્તિને ગંદી જગામાં શા માટે દાટે છે ? મહાપાપ કરે છે. હું એને આ પાપમાંથી બચાવી લઉં.’
સાધ્વીજી કનકોદરી પાસે આવી અને કહ્યું : ‘અરે ભાગ્યશાલિની ! તેં આ શું કર્યું ? જિનપ્રતિમાને આ ગંદી જગામાં દાટીને તેં ઘોર પાપકર્મ બાંધી લીધું....તારે નરકમાં મહાન દુઃખો ભોગવવાં પડશે.’
કનકોદ૨ી સાધ્વીજીને જોઈને અને તેમનાં હિતવચનો સાંભળીને ડરી ગઈ, તેને લાગ્યું કે ઃ મેં મોટી ભૂલ કરી છે,’ તેણે સાધ્વીજીને પૂછ્યું : ‘હે પૂછ્યું, હવે હું શું કરું ?” સાધ્વીજીએ કહ્યું ઃ ‘વત્સે, જિનપ્રતિમાને બહાર કાઢ, ઘેર લઈ જઈને શુદ્ધ કર, ક્ષમાયાચના કરજે અને જ્યાં આ પ્રતિમા હતી ત્યાં સ્થાપિત કરી દેજે.'
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org