________________
પ્રવચન ૮૬
૧૫૩
હતું : “મનુષ્ય ઈર્ષાથી, સ્પર્ધાથી, બીજા માણસને નીચે પાડવા જાય છે, ત્યારે તે અતિક્રૂર અને અન્યાયી બની જાય છે. પોતાની મહત્ત્વાકાંક્ષા સંતુષ્ટ કરવા તે બીજાંનું શોષણ કરે છે. એટલા માટે મહત્ત્વાકાંક્ષી - ઈર્ષાથી ભરેલા મનુષ્યનો શ્વાસ પણ બીજા માણસ માટે ખતરનાક બની જાય છે.’
ઈર્ષ્યા પ્રમોદભાવનાની દુશ્મન છે; જે માણસનું મન ઈર્ષાથી ભરેલું હશે, તે પ્રમોદભાવનાનો આનંદ નહીં પામી શકે.
ઈર્ષ્યાનાં કડવાં ફળ
તમે સાંભળ્યું હશે કે મહાસતી અંજનાને ૨૨ વર્ષ સુધી પતિવિરહનું દુઃખ સહન કરવું પડ્યું હતું. કોઈ પણ કાર્ય કારણ વગર નથી બનતું. તિવિરહનું દુઃખ, પાપકર્મનું ફળ હતું. અને એ પાપકર્મ અંજનાએ પૂર્વજન્મમાં બાંધ્યું હતું. એ પાપકર્મના મૂળમાં ઈર્ષાનું તત્ત્વ રહેલું હતું. એ પ્રસંગ હું સંક્ષેપમાં બતાવું છું :
સસરાને ત્યાંથી બહિષ્કૃત થયેલી અંજના પિતૃગૃહે ગઈ, ત્યાં પણ તે તિરસ્કૃત થઈ હતી. ત્યાંથી તે પોતાની સખી વસંતતિલકાની સાથે જંગલમાં ચાલી ગઈ હતી. ત્યાં એક પહાડની ગુફા જુએ છે; બંને સખીઓ એ ગુફામાં પ્રવેશ કરે છે. ત્યાં તેમણે ધ્યાનસ્થ અવસ્થામાં ઊભેલા એક મુનિરાજનાં દર્શન કર્યાં. મુનિરાજના દર્શનથી અંજના આશ્વાસન પામી. તેના શોકસંતપ્ત હૃદયમાં હર્ષ ઉત્પન્ન થયો. બંને સખીઓ વિનયપૂર્વક મુનિરાજની સામે બેસી ગઈ. મુનિરાજે પોતાનું ધ્યાન સમાપ્ત કર્યું અને દક્ષિણ કર ઊંચો કરીને ધર્મલાભ’ના આશીર્વાદ આપ્યા.
તે મહામુનિ ‘અમિતગતિ' નામના ચારણમુનિ હતા. એટલે કે તેઓ આકાશગામી - આકાશમાર્ગથી આવાગમન કરવાની લબ્ધિવાળા હતા, અને અવધિજ્ઞાની હતા, વસંતતિલકાએ વંદના કરીને મુનિરાજને અંજનાનો પૂર્વજન્મ પૂછ્યો. અને પતિવિરહનું દુઃખ, વ્યભિચારિણીનું કલંક....વગેરેનું કારણ પૂછ્યું હતું. અંજનાના ગર્ભમાં આવનાર જીવનો ભૂતકાળ તેમજ ભવિષ્યકાળ પૂછ્યો હતો. મુનિરાજે ત્યાં પથ્થરની શિલા ઉપર બેસીને સર્વ પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. એમાંથી અહીં માત્ર અંજનાના પૂર્વજન્મનો ઉત્તર જણાવું છું. કારણ કે આપણા વિષયનો સંબંધ એની સાથે છે.
કનકપુર નામનું નગર હતું; ત્યાંનો રાજા હતો કનકરથ. રાજાને બે રાણીઓ હતી - કનકોદરી અને લક્ષ્મીવતી. લક્ષ્મીવતી સમ્યક્ દૃષ્ટિ શ્રાવિકા હતી. તેણે પોતાના મહેલમાં ગૃહમંદિર બંધાવ્યું હતું. મંદિરમાં પરમાત્માની રત્નમય પ્રતિમા સ્થાપિત કરી હતી. પ્રતિદિન સવારે - મધ્યાહ્ને અને સાંજે - ત્રણે સંધ્યા સમયે તે પ્રભુપૂજન કરતી હતી. પરમાત્માની સામે ગીત નૃત્ય કરતી હતી. નગરના મોટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org