________________
પ્રવચન ૯૫
૨૪૧ પાસે આવ્યા. તેમનું ચારિત્રમોહનીય કર્મ તૂટી ગયું અને પ્રભવસ્વામીએ એમને દીક્ષા આપી દીધી, શ્રાવકધર્મનું પાલન કર્યા વગર તે સાધુ બની ગયા. પરંતુ દિક્ષા લેનાર અને આપનાર બંને વિશિષ્ટ વ્યક્તિ હતી. મનકમુનિ :
આચાર્યશ્રી શય્યપ્રભસ્વામીએ પોતાના પુત્ર મનકને દીક્ષા આપી હતી. મનકે ક્યાં શ્રાવકધર્મનું પાલન કર્યું હતું ? પરંતુ આચાર્યદેવના દર્શન માત્રથી મનકના દયમાં એવો શુભ અધ્યવસાય ઉત્પન્ન થયો કે એનું ચારિત્રમોહનીય કર્મ તૂટી ગયું....અને તે સાધુ બની ગયા. સ્થૂલભદ્ર સ્વામી :
સ્થૂલભદ્રની વાત તમે જાણો છો. નંદરાજાના સમયમાં પાટલીપુત્રમાં મહામંત્રી શકહાલના એ પુત્ર હતા. કડાલને બે પુત્રો હતા - મોટો પુત્ર સ્થૂલભદ્ર અને નાનો પુત્ર શ્રીયક.
સ્થૂલભદ્ર જ્યારે યૌવનમાં આવ્યા ત્યારે તે પાટલીપુત્રની રાજમાન્ય નૃત્યાંગના કોશાના મોહપાશમાં બંધાઈ ગયા હતા. તે કોશાના આવાસમાં જ રહેતા હતા, ઘેર આવતા જ નહીં. સ્થૂલભદ્ર જેટલા રૂપિયા મંગાવતા, એટલા મહામંત્રી મોકલતા હતા. મહામંત્રીને સ્થૂલભદ્ર ઉપર અપાર સ્નેહ હતો.
નાનો પુત્ર શ્રીયક નંદ રાજાનો અંગરક્ષક બન્યો હતો. તે પિતૃભક્ત હતો. સ્થૂલભદ્ર ઉપર પણ એને પ્રેમ હતો. રાજમહેલના ષડયંત્રમાં અને રાજા નંદની અલ્પબુદ્ધિને કારણે શકપાલ મંત્રીનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ પછી રાજાને જ્યારે સાચી વાતની ખબર પડી તો તેને ઘોર પશ્ચાત્તાપ થયો. “
નંદરાજાએ શ્રીયકને મંત્રીપદ લેવા માટે કહ્યું. શ્રીયકે કહ્યું: “મારા મોટાભાઈ છે. તેમની હયાતિમાં હું મંત્રીપદ ન લઈ શકું તેઓ મંત્રીપદ માટે યોગ્ય છે.” રાજાએ કહ્યું “ક્યાં છે તારા મોટાભાઈ ? અત્યારે એમને બોલાવીને લાવ.”
શ્રીયકે કહ્યુંઃ મહારાજ, મારા મોટાભાઈ થૂલભદ્ર કેટલાંક વર્ષોથી નૃત્યાંગના કોશાને ત્યાં રહે છે. રાજાએ બે સૈનિકોને ત્યાં મોકલ્યા, સ્થૂલભદ્રને સંદેશો મોકલ્યો.
સ્થૂલભદ્ર રાજસભામાં આવ્યા. રાજાએ એમને મંત્રીપદ લેવા માટે કહ્યું. સ્થૂલભદ્ર કહ્યું: “મહારાજ, મને રજા આપો કે હું રાજમહેલના બાગમાં જઈને શ્રીયક સાથે પરામર્શ કરું.....અને પછી આપને ઉત્તર આપું.'
બંને ભાઈ બાગમાં ગયા. શ્રીયકે રડતાં રડતાં પિતાનું મૃત્યુ કેવી રીતે થયું એ આખી વાત સ્થૂલભદ્રને જણાવી. જો કે પિતાની હત્યા શ્રીયકે જ કરવી પડી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org