________________
૨૪૦
૧૫૦૦ તાપસ અને ગૌતમ સ્વામી
:
જ્યારે ગૌતમ સ્વામી અષ્ટાપદતીર્થની યાત્રાએ ગયા હતા, એ સમયે ત્યાં અષ્ટાપદ પર્વતમાં ૧૫૦૦ તાપસ અષ્ટાપદ પર્વત ઉપર જવા ઘોર તપ કરી રહ્યા હતા. ‘તપોલબ્ધિથી ઉપર જઈ શકાય છે' એવી એમની માન્યતા હતી. તેમણે ગૌતમ સ્વામીને સૂર્યનાં કિરણોની સહાયથી ઉપર જતાં જોયા. તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. સૌના મનમાં વિચાર આવ્યો ઃ ‘આ મહાન ગુરુ છે. જ્યારે તે ઉપરથી નીચે આવશે ત્યારે આપણે એમના શિષ્યો બની જઈશું.’ ગૌતમ સ્વામી માટે જે પ્રેમ જાગ્યો, જે શ્રદ્ધા જાગી, તેનાથી તેમનું ચારિત્રમોહનીય કર્મ તૂટ્યું. અને એમણે ગૌતમ સ્વામી પાસેથી ચારિત્રધર્મ મેળવ્યો. તે ૧૫૦૦ તાપસો શ્રાવકધર્મની આરાધના કર્યા વગર સાધુ બની ગયા. એ ૧૫૦૦ વિશિષ્ટ આત્માઓ હતા. આ જન્મમાં જ મોક્ષ પામવાના હતા, અને દીક્ષા દેનારા પણ મહાપુરુષ હતા - ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય ગૌતમ સ્વામી હતા.
પ્રભવસ્વામી :
બીજું દૃષ્ટાન્ત છે પ્રભવસ્વામીનું. ભગવાન મહાવીર સ્વામી પછી સુધર્માસ્વામી શાસનના કર્ણધાર બન્યા હતા. એમની પાટ ઉપર જંબુસ્વામી આવ્યા હતા. જંબૂસ્વામીના ઉત્તરાધિકારી પ્રભવસ્વામી હતા.
શ્રાવક જીવન : ભાગ ૪
પ્રભવ રાજકુમાર હતો. પાછળથી ડાકુ બની ગયો હતો. જંબૂકુમાર રાજગૃહીના શ્રેષ્ઠીપુત્ર હતા. આઠ કન્યાઓ સાથે તેમનાં લગ્ન થયાં હતાં. લગ્નના દિવસે જ પ્રભવ પોતાના સાથીઓ સાથે જંબૂકુમારની હવેલીમાં ચોરી કરવા આવ્યો હતો. જંબૂકુમારના ઉપદેશથી તેમની આઠ પત્નીઓ વિરક્ત બનીને ચારિત્રધર્મ સ્વીકારવા તૈયાર થઈ હતી, સાથે સાથે પ્રભવ પણ વિરક્ત બન્યો હતો. તે પણ ચારિત્રધર્મને સ્વીકારવા તત્પર બન્યો હતો. જંબૂકુમારના ઉપદેશથી પ્રભવનું ચારિત્રમોહનીય કર્મ તૂટી ગયું હતું; ભાવશ્રાવકધર્મનું પાલન કર્યા વગર તેમને
ચારિત્રધર્મની પ્રાપ્તિ થઈ ગઈ હતી.
શય્યભવસૂરિ :
પ્રભવસ્વામીએ જ્યારે પોતાના ઉત્તરાધિકારીની બાબતમાં વિચાર્યું ત્યારે તેમને હજારો સાધુઓમાંથી એક પણ સાધુ ઉત્તરાધિકારી પદ માટે યોગ્ય લાગ્યો ન હતો. ત્યારે તેમણે પોતાના વિશિષ્ટ જ્ઞાનથી બ્રાહ્મણ પરિવારોમાં જોયું, તો તેમને એક વિદ્વાન્ અને કર્મકાંડી બ્રાહ્મણ 'શષ્યભવ' દેખાયો. જ્યારે તે યજ્ઞ કરી રહ્યો હતો ત્યારે પ્રભવસ્વામીએ પોતાના બે સાધુઓને એની પાસે મોકલ્યા હતા. સાધુઓના બે વચનોના શ્રવણથી શય્યભવ યજ્ઞની યથાર્થતા સમજ્યા અને પ્રભવસ્વામીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org