________________
પ્રવચન ૯૧
૨૦૭ એક ભાઈને હું જાણું છું. લગ્ન થયા પછી દશ વર્ષ સુધી તેમને પુત્રપ્રાપ્તિ થઈ ન હતી. તે ખૂબ દુઃખી હતા. પુત્ર પામવા માટે એમણે અનેક ઉપાયો કર્યા હતા. દશ વર્ષ પછી પુત્રપ્રાપ્તિ થઈ, તે ખુબ ખુશ થયો. ઉત્સવ મનાવ્યો. પુત્રની ઉપર એમનું વૃઢ મમત્વ બંધાઈ ગયું. જેમ જેમ છોકરો મોટો થતો ગયો, તેમ તેમ તે અવિનીત, ઉદ્ધત બનતો ગયો. જ્યારે છોકરો પંદર વર્ષનો થયો, તો તેનાં કારસ્તાનોથી પિતા દુઃખી દુઃખી થઈ ગયા. તેનો પુત્રમોહ જ તેને દુઃખી કરતો હતો. મમત્વનું સુખ પાંચ-સાત વર્ષ રહ્યું હશે. મમત્વનું દુઃખ તે ૨૦ વર્ષ સુધી ભોગવતો રહ્યો. " હમણાં બે વર્ષ પહેલાં જ તેનું મૃત્યુ થઈ ગયું. છોકરાએ એની માતાને દુખ આપ્યું, માતા પાસેથી પૈસા લઈ લીધા, દાગીના લઈ લીધા. અને માતાને એકલી છોડીને ચાલ્યો ગયો. મા હમણાં જ મરી ગઈ. પુત્રનું મમત્વ, પત્નીનું મમત્વ, પતિનું મમત્વ, શિષ્યનું મમત્વ, સર્વ પ્રકારનાં મમત્વ દુઃખી કરનારાં છે. એટલા માટે મમત્વને છોડી દો તોડી નાખો. સમતાને દ્ધયમાં સ્થિર કરો. મોડું ન કરો. આયુષ્ય થોડુંક બાકી છે. ક્યારે મૃત્યુ આવી જાય ખબર નથી. જિંદગી ટૂંકી છે.
મૃત્યુની પહેલાં જ મધ્યસ્થભાવને દ્ધયમાં સ્થિર કરવાનો છે. મૃત્યુના સમયે આપણું ચિત્ત ત્યારે જ સ્થિર, નિર્મળ અને પ્રસન્ન રહી શકશે.
પરપુગલની, પરપદાર્થની ગુલામી કરવાની નથી. જે પરપદાર્થ છે, જે પરદ્રવ્ય છે તે કદીય સ્વદ્રવ્ય બનવાનાં નથી. એટલા માટે પરદ્રવ્યોના નિમિત્તે દીનતા કરવાની નથી - કદીય કરવાની નથી. પુદ્ગલ-પરવશતા છોડી દેવી જોઈએ. મિથ્યા છે પુગલ-પરવશતા.
- પુદ્ગલ-પરવશતાનાં બંધનોને તોડો - તોડવાનાં છે. – પરદ્રવ્યના મમત્વને તોડવાનું છે.
તમારા શરીરથી શરૂ કરીને જેટલાં પુદ્ગલ દ્રવ્યો છે, તેમની માનસિક પરવશતા તોડવાની છે, છોડવાની છે. એક માત્ર સાધનના રૂપમાં જ તેનો ઉપયોગ કરવાનો
પોતાના આત્માથી પર જેટલા અનંત આત્માઓ છે, જીવ દ્રવ્ય છે, તેમનાથી મમત્વ રાખવાનું નથી, મૈત્રી રાખવાની છે, મમત્વ રહિત મૈત્રીભાવ રાખવાનો છે. એવો મૈત્રીભાવ અખંડ રહે છે. સર્વ જીવોની સાથે એક સમાન મૈત્રી રાખવાની છે. “આ મારો મિત્ર, પેલો મારો શત્રુ એવું કરવાનું નથી. “સંસારમાં એક પણ જીવ મારો શત્રુ નથી.” એ વાતને નિશ્ચિત સમજી લેવાની છે. મમત્વ નહીં હોય તો આ વાત શક્ય બનશે. પુદ્ગલ-પરવશતા નહીં હોય, તો જીવ-મૈત્રી બનશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org