________________
પ્રવચન ૭૨
सर्वस्योद्वेगकारकः क्रोधः
ક્રોધનો ત્રીજો વિપાક છે - ઉદ્વેગ પેદા કરવો. ક્રોધી મનુષ્યની આસપાસ સદાય ઉદ્વેગપૂર્ણ વાતાવરણ છવાયેલું રહે છે. સૌનાં લ્કય અને મન ભારે રહે છે. જ્યાં સુધી ક્રોધી માણસ ઘરમાં હશે ત્યાં સુધી ઘરવાળાંનાં મન ઉદ્વિગ્ન રહેશે. તે જ્યાં સુધી દુકાનમાં, ઑફિસમાં રહેશે ત્યાં સુધી ત્યાંના લોકો અશાન્ત તેમજ ઉદાસીન દેખાશે. ક્રોધી ન તો સ્વયં સુખી રહેશે, ન તો બીજાને સુખ આપી શકશે. એ આપી પણ કેવી રીતે શકે? તેની પોતાની પાસે જ જ્યારે સુખ નથી તો પછી બીજાંને આપી શકે કેવી રીતે ? वैरानुषङ्गजनकः क्रोधः .
ક્રોધનો ચોથો વિપાક છે - વેર ઉત્પન્ન થવું. ક્રોધથી વેરનો જન્મ થાય છે. એક વ્યક્તિ પ્રત્યે વારંવાર ક્રોધ યા ગુસ્સો કરવાથી વેરની ગાંઠ બંધાઈ જાય છે. આ વેરની ગાંઠ તો કેન્સરની ગાંઠ કરતાં પણ વધુ ભયાનક છે. કેન્સરની ગાંઠ કદાચ એક વાર પ્રાણ લઈ લે છે, પરંતુ વેરની ગાંઠ તો જન્મોજન્મ ભાવપ્રાણોનો નિશ્ચિત વિનાશ કરે છે. “સમરાદિત્ય કથા’ના અગ્નિશમને તમે લોકો નથી જાણતા ? ગુણસેન રાજા પ્રત્યે અગ્નિશમના ચિત્તમાં ક્રોધનો જન્મ થયો અને વેરની ગાંઠ બંધાઈ ગઈ. એ ગાંઠે નવ નવ જન્મો સુધી દુઃખ આપ્યું ને? વેર બાંધીને શું માણસ સુખી થઈ શકે છે? क्रोधः सुगतिहन्ताः
ક્રોધનો પાંચમો વિપાક છે – સન્માર્ગનો નાશ. ક્રોધી મોક્ષ માર્ગે પ્રયાણ કરી શકતો નથી, કારણ કે મોક્ષમાર્ગ તો સમતાધારીનો માર્ગ છે. તીવ્ર ક્રોધથી અભિભૂત વ્યક્તિ ક્ષમાદિ ધર્મોની આરાધના કરવામાં સમર્થ બની શકતી નથી. તે તો હિંસા વગેરે પાપાચારોમાં પ્રવૃત્ત થઈને દુગતિની ઊંડી ખાઈમાં પટકાઈ જાય છે. તમે સુભૂમ ચક્રવર્તીની કથા નથી સાંભળી ? તેને નર્કમાં કોણ લઈ ગયું? આ ક્રોધ જ! એ જ રીતે પરશુરામની અધોગતિ કેમ થઈ હતી ? આ ક્રોધને કારણે જ.
વાતવાતમાં ક્રોધ, ગુસ્સો, કષાય કરનાર આત્મા શું મોક્ષપ્રાપ્તિ કરી શકે? અરે ! મોક્ષપ્રાપ્તિ તો દૂર રહી, સંસારનાં ભૌતિક સુખ પણ એને માટે અપ્રાપ્ય બની જાય છે. ક્રોધના આ કટુ વિપાકો જાણીને જીવવા માટે શું ક્રોધનો સહારો લેવો? ક્રોધ આત્માની અધોગતિ કરે છે, આત્માનું ચોતરફથી પતન કરે છે, તો પછી એનો સંગ શા માટે કરવો? જે ધખધખતા અંગારા કરતાં પણ વધારે ભયાનક છે, એવા ક્રોધને સ્પર્શવો પણ શા માટે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org