________________
૧૫૦
શ્રાવક જીવન : ભાગ ૪ સંતોષ, વિનય, ઉદારતા આદિ ગુણ હોય, તો એ ગુણોની અનુમોદના કરવાની છે. આ તો મિથ્યાવૃષ્ટિ જીવ છે', એવું માનીને એમની નિંદા કરવાની નથી. એમનામાં પણ જે ગુણો હોય, તે ગુણો જુઓ અને ગુણોની પ્રશંસા કરતા રહો. પ્રમોદભાવનાનું ક્ષેત્ર કેટલું વિશાળ છે ! વ્યાપક છે ! - બીજાંના ગુણોની પ્રશંસા સાંભળીને કાન પવિત્ર કરો. - બીજાંના ગુણોની પ્રશંસા કરીને જીભને પવિત્ર કરો. - બીજાનાં સુખ-વૈભવ જોઈને નેત્રોને પવિત્ર કરો.
જીવનની સાર્થકતા આ પ્રકારના શુભ ભાવોમાં રમણતા કરવામાં છે. બીજા જીવોના દોષ સાંભળવાથી, દોષાનુવાદ કરવાથી અને બીજાનાં સુખ-વૈભવ જોઈને ઈર્ષ્યા કરવાથી જીવનની અને ઇન્દ્રિયોની બરબાદી થાય છે. મન પણ બગડે છે, એટલા માટે આ પ્રમોદભાવનાને આત્મસાત્ કરવાની છે. આમેય સમ્યગૂ દ્રષ્ટિ આત્મા ગુણ-પ્રશંસક જ હોવો જોઈએ. ઈન્દ્ર સુલસા શ્રાવિકાની પ્રશંસા કરી હતીઃ
શાસ્ત્રોમાં એવું સાંભળવામાં આવે છે કે સર્વ ઇન્દ્રો સમ્યગ દ્રષ્ટિ હોય છે. એક વાર ભગવાન મહાવીરના જમાનામાં, પહેલા દેવલોકમાં સૌધર્મેન્દ્ર દેવસભામાં સુલતા' શ્રાવિકાની પ્રશંસા કરતાં કહ્યું : વર્તમાનમાં ભરતક્ષેત્રમાં સુલસા શ્રેષ્ઠ શ્રાવિકા છે.'
ઈન્દ્રના મુખેથી સુલસા શ્રાવિકાની પ્રશંસા સાંભળીને એક દેવ વિસ્મિત થયો. તેણે સુલસાના શ્રાવિકાપણાની પરીક્ષા લેવાનો વિચાર કર્યો.
કદાચ તમે સુલસાનું ચરિત્ર જાણતા હશો. સભામાંથી અમારામાં મોટા ભાગના નથી જાણતા.
મહારાજશ્રી એ મહાશ્રાવિકાનું જીવનચરિત્ર સંક્ષેપમાં સંભળાવું છું. રાજગૃહીમાં ‘નાગ’ નામે રથિક રહેતો હતો. તે રાજા પ્રસેનજિતનો પ્રિય નાગરિક હતો. નાગ દાનવીર હતો, દયાવાન હતો. શીલવાન હતો. ધીર અને વીર હતો. નગરમાં નાગ ગુણસંપન્ન અને ન્યાયસંપન્ન શ્રેષ્ઠી કહેવાતો હતો. એની પત્નીનું નામ હતું સુલતા. સુલસા સાક્ષાત્ પુણ્યલક્ષ્મી હતી, પતિવ્રતા હતી, સમ્યક્તધારિણી હતી. એની પાસે અનેક ગુણોનો વૈભવ હતો. પરંતુ લગ્ન પછી કેટલાંક વર્ષો તે નિઃસંતાન હતી. નાગ આ વાતે દુખી હતો. કોઈ કોઈ વાર તો ચિંતાના સાગરમાં ડૂબી જતો.
એક દિવસે નાગ આ જ રીતે ચિન્તામગ્ન બેઠો હતો. સુલતાએ પૂછ્યું “નાથ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org