________________
પ્રવચન ૭૭
૫૭ - આ પૃથ્વી જે રીતે મૃણાલ, ચંદ્રકિરણ, તુષાર, ગોક્ષીર વગેરે શ્વેત-ધવલ હોય
છે એવી શુભ્ર હોય છે. – આ પૃથ્વી આખીય જૈત-સુવર્ણમયી છે. - આ પૃથ્વી નિર્મળ છે, નિષ્કપ છે, દર્શનીય છે, પ્રાસાદિક છે, શુભ્ર છે અને સુખપ્રદ છે. આ ઈષત્ પ્રાભારા પૃથ્વી અત્યારે સિદ્ધશિલા', “મુક્તિ' આદિ નામોથી
ઓળખાય છે. – જે આત્મા જન્મ-જરા-મરણ-રોગથી સર્વથા અને સર્વદા મુક્ત થઈ જાય છે તે
આત્મા “સિદ્ધશિલા' પર સાકારોપયોગથી સિદ્ધ બને છે. - લેયામુક્ત, યોગમુક્ત, કર્મમુક્ત તેમજ દેહમુક્ત બનેલ આત્મા જન્મ-જરામૃત્યુ અને રોગથી મુક્ત થાય છે. મુક્ત આત્માનો ચારે ગતિઓમાં જન્મ થતો નથી. જન્મ ન હોય તો પછી રોગ તો હોય જ કેવી રીતે? વૃદ્ધત્વનો સવાલ જ નથી, મોતનો ડર નથી !
જન્મ-જરા-મૃત્યુ અને રોગથી મુક્ત આત્મા સંસારમાં રહી શકતો નથી. ઊર્ધ્વગમન કરતો તે આત્મા એક જ સમયમાં સિદ્ધશિલા પર પહોંચી જાય છે.
ત્યાં તે “સાકારોપયોગથી સિદ્ધ થાય છે. જ્ઞાનોપયોગને “સાકારોપયોગ કહેવામાં આવે છે. દર્શનોપયોગને “અનાકારોપયોગકહેવાયો છે.
સિદ્ધ ભગવંતોના કેવળજ્ઞાન ને સાકારોપયોગ કહ્યો છે. સર્વ લબ્ધિઓની પ્રાપ્તિ સાકારોપયોગમાં માનવામાં આવી છે. સિદ્ધ થવું એ પણ એક પ્રકારની લબ્ધિ જ છે. માટે પ્રથમ સમયમાં મુક્તાત્મા સાકારોપયોગમાં હોય છે. બીજા સમયમાં મુક્તાત્મા “અનાકારોપયોગ” (દર્શનોપયોગ)માં હોય છે. મુક્તાત્માનું સ્વરૂપ : મોક્ષસુખ :
પ્રશમરતિ’ નામના ગ્રંથમાં મુક્ત આત્માનું સ્વરૂપ અને સુખ એક શ્લોકમાં બતાવ્યાં છે :
सादिकमनन्तमनुपममव्याबाधसुखमुत्तमं प्राप्तः । केवलसम्यक्त्वज्ञानदर्शनात्मा भवति मुक्तः ॥२९०।। જો કે મુક્ત આત્માના સુખનું વર્ણન કરવું સંભવ જ નથી, છતાં પણ “નમો અરિહંતાણં' નો જાપ કરનારો આત્મા પોતાની તોતડાતી બોલીમાં એનું વર્ણન કર્યા સિવાય નથી રહી શકતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org