________________
૫
શ્રાવક જીવન : ભાગ ૪
વિચારો આવી જ જાય છે. વિચાર કરવા પડતા નથી. જે વિચારો કરવા પડે છે...એમાં મજા નથી આવતી, અને જે વિચારોમાં મજા નથી આવતી તે વિચારો લાંબા ચાલતા નથી. ઠીક છે, પરંતુ એ કહો કે તમને કદી મોક્ષના વિચાર આવ્યા છે ? અથવા તમે વિચાર કર્યો છે ?
સભામાંથી : મોક્ષની વાતો કોઈક વાર સાંભળી છે જરૂર, પરંતુ મોક્ષનો વિચાર નથી આવ્યો. વિચાર કર્યો પણ નથી.
મહારાજશ્રી : આજે હું મોક્ષની પિરભાષા બતાવીશ. પિરભાવના સાંભળીને તમને મોક્ષ પ્રિય લાગી ગયો તો મારો પરિશ્રમ સફળ થઈ જશે. વાસ્તવમાં મોક્ષ પ્રિય લાગવો જોઈએ. પ્રિય લાગ્યા પછી ત્યાં જવાની ઇચ્છા જાગશે. ત્યાં જવા માટે જે કંઈ મૂલ્ય ચૂકવવાનું હશે તે મૂલ્ય તમે ચૂકવવા તૈયાર થશો. પ્રિય વસ્તુ મેળવવા માટે મનુષ્ય શું નથી કરતો ? બધું જ કરે છે. સંસાર પ્રત્યે વિરક્તિ થઈ ગઈ અને મોક્ષ પ્રત્યે રતિ થઈ ગઈ તો કામ થઈ ગયું સમજો આ જન્મનું !
મુક્તિનાં અનેક નામ ઃ તેનું સ્વરૂપ :
ચૌદ રાજલોકના અગ્રભાગ ઉપર ઇષત્ પ્રાભારા' નામની પૃથ્વી છે. તે સિદ્ધભૂમિ છે. ‘ઠાણાંગસૂત્ર’ તેમજ પન્નવાસૂત્રમાં આ પૃથ્વીનાં અનેક નામો બતાવ્યાં છે. જેવાં કે મુક્તિ, સિદ્ધિ, મુકત્સાલય, સિદ્ધાલય, લોકાગ, લોકાગ્રસ્તુપિકા, વગેરે. ‘શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં આ ‘ઇષત્ પ્રાક્ભારા' પૃથ્વીનું વર્ણન મળે છે. એના આધારે હું તમને બતાવું છું.
પ્રથમ વાત ઃ અનુત્તર દેવલોકમાં જે સર્વાર્થીસદ્ધ વિમાન છે. ત્યાંથી આ ‘ઇષત્ પ્રાક્ભારા પૃથ્વી’ ૧૨ યોજન ઊંચાઈ ૫૨ છે.
-
બીજી વાત : આ પૃથ્વી ઊર્ધ્વમુખ છત્રના આકારની છે.
ત્રીજી વાત ઃ આ પૃથ્વી ૪૫ લાખ યોજનના આયામવાળી છે. અર્થાત્ તેનો
‘ડાયામીટ૨’ ૪૫ લાખ યોજનનો છે.
ચોથી વાત : આ પૃથ્વીની પરિધિ (Circumference) ૧,૪૨,૩૦,૨૪૯ યોજનની છે. વચ્ચે આઠ યોજન પહોળી છે. પછી ચારે તરફ સર્વ દિશાઓમાં પાતળી થતી જાય છે. અંતિમ છેડે તો માખીની પાંખ કરતાં પણ પાતળી થાય છે.
‘ઔપપાતિકસૂત્રમાં આ ‘ઇષતુ પ્રાક્ભારા’ પૃથ્વીનું વર્ણન આવે છે. એ પણ સાંભળી લો.
આ પૃથ્વી શંખચૂર્ણ જેવી વિમલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org