________________
૧૨૪
શ્રાવક જીવન : ભાગ ૪ તમારું સ્વીકૃત કાર્ય ત્યજશો નહીં, કર્તવ્યને છોડી નહીં દો. તમારે કર્તવ્યપાલનમાં અડગ રહેવાનું છે. જેને જે કહેવું હોય તે કહેજે કરવું હોય તે કરે.તમે સ્થિતપ્રજ્ઞ બનીને પોતાના કર્તવ્યોમાં વળગી રહો. આ સ્થિરતા ગુણ છે. તમે સ્થિર ચિત્તવાળા બનો. જે વ્યક્તિની સાથે તમે વાત કરતા હો, તેમાં તમારા મનને સ્થિર કરો. સ્થિરતાથી સાંભળો, વિચારો, સ્થિરતાથી બોલો, સ્થિરતાથી વ્યવહાર કરો. સ્થિરતા નહીં હોય તો શું થશે, તે જાણો છો? કોઈ પરોપકારનું કાર્ય કરતા હશો, અને અચાનક, તમારું વ્યક્તિગત કાર્ય યાદ આવી ગયું તો તમારું મન ચંચળ થઈ જશે. તમે પેલું પરોપકારનું કાર્ય છોડી દેશો, અને પોતાનું કાર્ય કરવા ચાલ્યા જશો. દાક્ષિણ્ય ગુણ ખંડિત થઈ જશે. - દાક્ષિણ્ય ગુણ જીવનમાં અતિ આવશ્યક છે, કારણ કે દાક્ષિણ્યનો સંબંધ સમ્યગ્રદર્શનની સાથે છે. દાક્ષિણ્યને વૃઢ કરવા માટે ત્રણ ગુણ જરૂરી છે ગાંભીર્ય, શૈર્ય અને ચૈય. પાપ-જુગુપ્સા ?
પાંચ લોકોત્તર ગુણોમાં ત્રીજો ગુણ છેઃ પાપ-જુગુપ્સા! સમ્યગ્રદર્શનના પાયામાં આ ગુણ આવશ્યક માનવામાં આવ્યો છે, સમ્યગ્દર્શન તત્ત્વરુચિરૂપ છે, ધર્મરુચિરૂપ છે, આ તત્પરુચિ અને ધર્મરુચિ, આત્મામાંથી પાપરુચિ નષ્ટ થશે ત્યારે જ પ્રગટ થશે. પાપરુચિ એટલે પાપો પ્રત્યે પ્રેમ. પાપોનો પ્રેમ ખૂબ જ ગહન હોય છે. પાપ ન કરવા છતાં ય દ્ધયમાં પાપપ્રેમ હોઈ શકે છે, એટલા માટે હૃયમાંથી પાપપ્રેમને દૂર કરવો પડશે. દૂર કરવાનો ઉપાય છે - પાપ-જુગુપ્સા. પાપ-જુગુપ્સા કરવાના કેટલાક ઉપાયો બતાવું છું ૧. સૌથી પહેલાં તો પૂર્વજન્મોમાં યા આ જન્મમાં આપણાથી કોઈ પાપાચરણ,
થઈ ગયું હોય, તેનું પ્રાયશ્ચિત્ત કરવું. આપણા પાપી આત્મા પ્રત્યે ધૃણા કરવી. તેનો તિરસ્કાર કરવો. પાપ વાસ્તવમાં ધૃણાસ્પદ છે, અહિતકારી છે, એ
આશયથી પાપ-જુગુપ્સા કરવાની છે. ૨. વર્તમાન કાળમાં પાપ-પ્રસંગને પહેલાંથી જાણીને તેનાથી દૂર રહેવાનું ખયાલ
આવી જવો જોઈએ કે તત્કાલ આવો પાપ-પ્રસંગ આવવાનો છે, તો દૂર જતા
રહો. - કોઈ પાર્ટીમાં ગયા, ત્યાંનું વાતાવરણ જોઈને તમને ખબર પડી જવી જોઈએ
કે હવે અહીં શરાબનું ચક્ર શરૂ થઈ જશે. તમારે બુદ્ધિપૂર્વક ત્યાંથી ખસી જવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org