________________
પ્રવચન ૮૦. પાંચ આચારોનું પાલન ઃ
જે રીતે ઉપસર્ગ પરીષહોને સમ્યકરૂપે સહન કરવાની આરાધના કરવાની છે એ રીતે પાંચ આચારોનું ય સાચા સ્વરૂપમાં પાલન કરવાનું છે. મોક્ષમાર્ગની આરાધનાના પ્રમુખ પાંચ માર્ગોને પંચાચાર કહેવામાં આવ્યા છે.
૧. હું પહેલાં જ્ઞાનાચારનું સમ્યફ પાલન કરીશ. – આગમગ્રંથોના અધ્યયન માટે શાસ્ત્રકારોએ કાલનિર્ણય કર્યો છે. એ કાળમાં
જ અધ્યયન કરીશ. – જ્ઞાની, જ્ઞાનનાં સાધન અને જ્ઞાનનો વિનય કરતાં હું જ્ઞાનાર્જન કરતો રહીશ. - જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે હું ચિત્તમાં પ્રીતિ રાખીશ. – જે જે સૂત્રોના અધ્યયન હેતુ શાસ્ત્રકારોએ જે તપ કરવાનું વિધાન બતાવ્યું છે,
એ તપ કરીને જ શાસ્ત્રનું અધ્યયન કરીશ. એનાથી યથાર્થ રૂપે સૂત્રની ધારણા થઈ જાય છે.
અભિમાનવશ યા સ્વયંની શંકાથી શ્રુતગુરુનો યા શ્રુતનો અપલાપ નહીં કરું. – અક્ષર, શબ્દ, વાક્યનો શુદ્ધ ઉચ્ચાર કરીશ. - અક્ષરાદિથી અભિધેય-અર્થનો વિચાર કરીશ. - વ્યંજન-અક્ષરોમાં ફેરફાર કર્યા વગર તથા સમ્યક ઉપયોગ રાખીને અધ્યયન
કરીશ. ૨. હું દર્શનાચારનું સમ્યફ પાલન કરીશ. - હું જિનવચનમાં સંદેહ નહીં રાખું. - મિથ્યા દર્શનોની આકાંક્ષા નહીં રાખું. - સાધુ મલિન છે..” એવી જુગુપ્સા નહીં કરું. – તપસ્વી, વિદ્યાવંત, એવા મિથ્યાત્વી બાબા-જોગીના ચમત્કાર જોઈને ચલિત
નહીં થાઉં. - સાધર્મિક મનુષ્યોના દાન-શીલાદિ સગુણોની પ્રશંસા કરીને એમના
સગુણોની વૃદ્ધિ કરીશ. - ધર્મના વિષયમાં ચંચળ બનેલા મનુષ્યોને હિત-મિત-પથ્ય વચનોથી ધર્મમાં પુનઃ
સ્થાપિત કરીશ. – સમાન ધાર્મિકોની ભોજન, વસ્ત્ર આદિ દ્વારા ભક્તિ કરીશ. – ધર્મકથા, વાદવિજય, દુષ્કર તપ... આદિ કરીને જિનશાસનની પ્રભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org