________________
૫૦
- રૂપ-લાવણ્યની વિષમતા,
- યશ-અપયશની વિષમતા.
સંસારની આ ચાર મુખ્ય વિષમતાઓ બતાવવામાં આવી છે. આ સિવાય પણ બીજી અનેક વિષમતાઓ જોવા મળે છે.
આવી વિષમતાઓથી ભરેલા સંસારમાં તમને ખુશી થશે ? હવે વિચારો વિષમતાઓની બાબતમાં.
--
સંસાર ભયાક્રાન્ત ઘર છે ઃ
આ સંસારને દશમી ઉપમા આપવામાં આવી છે ભયાક્રાન્ત ઘરની. इहोद्यमः कामः खनति परिपंथी गुणमहीमविश्रामः पार्श्वस्थितकुपरिणामस्य कलहः । विलान्यन्तः क्रामन्मदकणमृतां पामरमतं वदामः किं नाम प्रकटभवधामस्थितिसुखम् ॥
સંસાર ભયાક્રાન્ત ઘર છે.
સંસાર-ઘ૨માં પ્રથમ ભય છે કામશત્રુનો. કામશત્રુ અતિ ઉદ્ધત છે. આ કામશત્રુ આત્મભૂમિમાંથી ગુણોને ઉખાડી ફેંકી દેવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
-
શ્રાવક જીવન : ભાગ ૪
સંસાર-ઘ૨ની પાસે જે પાડોશી છે તેમના ક્લેશ-ઝઘડા સદૈવ પરેશાન કરતા રહે છે. આ પાડોશી છે ચિત્તના દુષ્ટ વિચાર ! કુવિકલ્પ, કુપરિણામ.
સૌથી વધારે ભય આ ઘરમાં સર્પોનો છે. સંસાર-ઘરમાં મોટાં મોટાં દર છે સર્પોનાં ! આ સર્પોને જાણો છો ? તે આઠ પ્રકારના મદ છે ! તે સર્પ છે. જાતિનો, કુળનો, રૂપનો, બળનો, લાભનો, બુદ્ધિનો, લોકપ્રિયતાનો, શ્રુતજ્ઞાનનો.... આ બધા મદ છે. આમાંથી એક પણ મદ-સર્પ જો ફરડે છે તો જીવાત્મા તરફડી તરફડીને મરી જાય છે, અને પરલોકમાં પણ ઘોર દુઃખ પામે છે.
સંસારમાં મુખ્ય ભય છે ઃ
- કામશત્રુનો.
-
દુષ્ટ વિચારોનો.
આઠ મદોનો.
સંસારમાં રહો છો તો આ વાતોથી સાવધાન રહેવું. આ ત્રણ વાતોના ચક્કરમાં ફસાવું નહીં. જો ચિત્તમાં દુષ્ટ વિચારોને પ્રવેશવા નહીં દો તો બાકીની વાતો તમારું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org