________________
૩૬
શ્રાવક જીવન : ભાગ ૪ જોયો છે? કદાચ નહીં જોયો હોય. પરંતુ હવે માનસિક વિકલ્પોની ભરતીને અવશ્ય જોજો. તેને જોતાં જ તમે ગભરાટથી બેહોશ થઈ જશો. ૮. વડવાનલ ઃ
કંદર્પનો દારુણ વડવાનલ સંસારસમુદ્રમાં ભભૂકી રહ્યો છે. કંદર્પના આ દાવાનળમાં સંસાર સાગરનો કયો મુસાફર-પ્રવાસી ફસાયો નથી? આ સંસારમાં કયો માઈનો લાલ એવો છે કે જે આ કંદર્પના દાવાનળની ઉગ્ર જ્વાળાઓથી બચી શક્યો હોય ? એમાં રાગનાં ઈધણ નાખવામાં આવે છે. રાગનાં ઈધણથી દાવાનળ સદાય પ્રજ્વલિત રહે છે.
વાસ્તવમાં કંદર્પનો દાવાનળ આશ્ચર્યજનક છે. આ વડવાનલમાં જીવ નિર્ભય બનીને કુદી પડે છે. ભભૂકતા વડવાનલમાંથી તે બહાર નીકળવાનું નામ નથી લેતા, પરંતુ રાગનાં ઈધણ નાખી નાખીને તેને નિરંતર પ્રદીપ્ત રાખે છે. - કંદર્પ એટલે કામવાસના, ભોગસંભોગની તીવ્ર લાલસા. નર નારીના સંભોગની વાસનામાં બળતો રહે છે અને નારી નરના સંભોગમાં બળે છે. જ્યારે નપુંસક નર યા નારી બંનેના સંભોગની વાસનામાં જલે છે. વાસ્તવમાં જોઈએ તો સંસાર સાગરમાં કંદર્પરૂપ વડવાનલ ભયંકર-ભીષણ અને સર્વભક્ષી છે. સામાન્ય રીતે સંસાર સાગરના પ્રવાસીઓ આ વડવાનલમાં ફસાતા નજરે પડે છે. જ્યારે કેટલાક લોકો એના તરફ ઢળતા દેખાય છે. મત્સ્ય અને કચ્છપ :
સંસારસમુદ્રમાં મોટા મોટા મગરમચ્છો અને માછલીઓ પણ છે. નાનામોટા સાધ્ય-અસાધ્ય રોગોના મત્સ્ય પણ મુસાફરો માટે આફતરૂપ બને છે. તેમને હેરાનપરેશાન કરે છે. એકાદ મગરમચ્છનું ખાદ્ય બનતો દેખાય છે તો કોઈ આ માછલીઓના ઘેરાવામાં ફસાતો નજરે પડે છે. રોગરૂપી મગરમચ્છથી મુસાફર સદૈવ ભયભીત રહે છે. બરાબર આ જ રીતે શોક - કાચબાઓ પણ આ સંસાર સાગરમાં ઓછા નથી. એ પણ પ્રવાસીઓને ઓછા હેરાન નથી કરતા. ચંચળતા :
ચંચળતા એટલે વીજળી. આકાશ તરફ જોશો તો વારંવાર વીજળી ચમકતી નજરે પડશે. તેની ચમક આ આંખોથી જોઈ ન શકાય તેવી આંજી નાખનારી અને વિચિત્ર હોય છે. કોઈ કોઈ વાર તો આપણને સ્પર્શતી વીજળી વેગે ચાલી જાય છે. દુબુદ્ધિ જ વીજળી છે, ચંચળતા છે. હિંસામયી બુદ્ધિ, જૂઠ-ચોરીની બુદ્ધિ, દુરાચાર-વ્યભિચારની બુદ્ધિ, માયા-મોહની બુદ્ધિ અને રાગદ્વેષની બુદ્ધિ ! આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org