________________
પ્રવચન ૯૦
૧૭ પૂર્ણ થઈ ગયું હોય તેને થઈગયું' એમ બોલવું જોઈએ. હજુતો સંસ્મારક બિછાવાઈ રહ્યો છે અને તમે કહ્યું બિછાવી દીધો.” એ અસત્ય છે, તમારે અસત્ય ન બોલવું જોઈએ. અરિહંત પ્રભુ કહે છે કે જે કાર્ય થતું હોય તે કાર્ય થઈ ગયું એવું બોલવામાં આવે છે - એ વાત સત્ય નથી. પ્રત્યક્ષ વિરોધ દેખાય છે. એટલા માટે હે શ્રમણો, સર્વજ્ઞતાથી પ્રસિદ્ધ એવા અહંન્ત પ્રભુ અસત્ય બોલતા જ નથી, એવું ન સમજવું. તેઓ પણ કોઈ વાર મિથ્યા બોલે છે, મહાન પુરુષોની પણ કોઈ વાર ભૂલ થાય
જે સ્થવિર મુનિ હતા. તેમણે જમાલિને વિનયપૂર્વક કહ્યું “અરે મુનિરાજ, આપ આવું વિપરીત કેમ બોલો છો? વીતરાગ સર્વજ્ઞ અહત પ્રભુ કદી મિથ્યા - અસત્ય બોલતા જ નથી. તેમની વાણીમાં કદી પણ પ્રત્યક્ષ' વગેરે દોષોનો એક અંશ પણ નથી હોતો. કેવળજ્ઞાનના આલોકમાં ત્રણે લોકના સર્વ પદાર્થોને જોનાર અને જાણનાર, વીરપ્રભુના કથનને જ અમે પ્રમાણભૂત માનીએ છીએ. આપની બધી યુક્તિઓ મિથ્યા છે. હે જમાલિ મુનિ, આપે જે કહ્યું કે - “મહાન પુરુષોની પણ ભૂલ થાય છે.' આપનું આ વચન મત્ત, પ્રમત્ત અને ઉન્મત્તના વચન જેવું છે. ભગવાને જ કહ્યું છે તેમા ડે જે કાર્ય થઈ રહ્યું હોય એ કાર્ય થઈ ગયું એમ કહેવાય છે - એ પ્રતિપાદન સાચું છે.
પ્રભુના નિર્દોષ વચનને દૂષિત કરતાં આપને શરમ નથી આવતી? આ રીતે જિનવચનને દૂષિત કરીને નિકાચિત પાપકર્મ બાંધીને શા માટે ભવસાગરમાં ડૂબો છો? આપ પ્રભુની પાસે જાઓ અને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરો. અન્યથા તમારું વ્રત અને તપ...જન્મ અને જીવનનિરર્થક થઈ જશે.' સ્થવિર મુનિવરોએ જમાલિને ખૂબ સમજાવ્યા, તો પણ જમાલિએ પોતાની વાત છોડી નહીં. તે મૌન રહ્યા. મુનિવરો હતા તેમાંથી કેટલાક મુનિવરો પ્રભુની પાસે ચાલ્યા ગયા અને કેટલાક જમાલિ સાથે રહ્યા.
જમાલિ ઉન્મત્ત બનીને પોતાના મતનો પ્રચાર કરવા લાગ્યો. ભગવાનનાં ઉપદેશ વચનોનો ઉપહાસ કરવા લાગ્યો, અને હું સર્વજ્ઞ છું એવું કહેતો મુનિવરો સાથે ગામેગામ ફરવા લાગ્યો.
એક વાર વીર ભગવંત ચંપાનગરીમાં પૂર્ણભદ્ર' નામના ઉદ્યાનમાં બિરાજમાન હતા. જમાલિ તેમની પાસે ગયો અને બોલ્યો : હે ભગવનું. આપના કેટલાય શિષ્યો કેવળજ્ઞાન પામ્યા વગર જમરી ગયા, પરંતુ હું એવો નથી. હું સર્વજ્ઞ, સર્વદર્શી છું.”
ભગવાન તો મૌન રહ્યા, પરંતુ ઇન્દ્રભૂતિ ગૌતમે પ્રશ્ન પૂછ્યોઃ “જો તું સર્વજ્ઞ હોય તો બતાવી દે કે આ જીવ અને આ લોક શાશ્વત છે કે અશાશ્વત છે ?”
જમાલ ગૌતમ સ્વામીને ઉત્તર ન આપી શક્યો. તેનું મુખ નીચું નમી ગયું, ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org