________________
૨૮
ભોગની વિષમતા :
સંસારની સાતમી વિષમતા છે - ભોગોની. જેમ કે બે વ્યક્તિઓ પાસે પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખ એક સમાન છે. પરંતુ એ બંને એ સુખોને સમાન રીતે ભોગવી શકતા નથી. એક માણસ એ સુખોને થાક્યા વગર ભોગવતો જ રહે છે, જ્યારે બીજો માણસ એ સુખ ભોગવ્યાં ન ભોગવ્યાં અને થાકી જાય છે. ઇચ્છા હોય અને સામે પસંદગીનું ભોજન છે છતાં યે જમી શકતો નથી. સામે સ્વર્ગનું રૂપ અને યૌવન હોવા છતાં એને નથી તો જોઈ શકતો કે નથી સ્પર્શ કરી શકતો. સુખભોગમાં પણ કેટલી વિષમતા હોય છે ? આ રીતે ભોગસુખની પ્રાપ્તિમાં પણ વિષમતા હોય છે. એક માણસની પાસે વિપુલ ભોગસામગ્રી હોય છે, તો બીજાની પાસે થોડી પણ સુખસામગ્રી નથી હોતી. આ પ્રકારનું વૈશમ્ય દર્શન આત્માના વૈરાગ્યને જાગૃત કરી દે છે. વૈભવની વિષમતા :
શ્રાવક જીવન : ભાગ ૪
આઠમી વિષમતા છે - વૈભવ-સંપત્તિની. એક માણસની પાસે હીરામોતી, સોનુંચાંદી અને બાગ-બગીચાઓનો પાર નથી હોતો. બીજા માણસ પાસે ખાવા માટે બે કોળિયા રોટલો પણ નથી હોતો અને સૂવા માટે બે ગજ જમીન પણ નથી હોતી. એક માણસ મખમલી ગાદીઓ પર બેસે છે તો બીજાની પાસે પાથરવા માટે તૂટીફૂટી ગોદડી પણ નથી હોતી. એકની પાસે ભવ્ય મહેલ છે તો બીજાની પાસે ઝૂંપડી ય નથી હોતી. એકની પાસે પહેરવા માટે સુંદર કીમતી વસ્ત્રોના ઢગલા છે જ્યારે બીજાની પાસે પહેરવા માટે - શરીર ઢાંકવા જેટલા વસ્ત્રનો ટુકડોય નથી હોતો. આ છે માણસ માણસ વચ્ચેની વિચિત્ર વિષમતા.
વિદ્વાનોને, બુદ્ધિમાનોને આવા સંસાર ઉપર રાગ કેવી રીતે થશે ? અનુરાગ કેવી રીતે ઉત્પન્ન થશે ? પ્રજ્ઞાવંત પુરુષોના દિલમાં તો સંસાર પ્રત્યે તીવ્ર ઉદ્વિગ્નતા ઊભરાય છે. સંસારની આસક્તિનાં બંધન તૂટી જાય છે. ધર્માનુષ્ઠાનોમાં તેમનું અંતઃકરણ લીન બની જાય છે. વિષમતામાં મન સ્થિર રહેતું નથી. જ્યાં કોઈ જ વિષમતા નથી એવા અનન્ત સિદ્ધ ભગવંતોના મોક્ષમાં જ લાગે છે વિદ્વાનોનું અને પ્રાજ્ઞ પુરુષોનું મન !
સંસારમાં દુઃખનાં ત્રણ કારણ
સંસારમાં જન્મ-જીવન અને મૃત્યુની અવિરત યાત્રા કરતાં જીવાત્માઓની વાસ્તવિક સ્થિતિનું અવલોકન કરતાં ભગવાન ઉમાસ્વાતિજીએ કહ્યું છે
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org