________________
૧૪૨
ાવક જીવન : ભાગ ૪
૨૨ વર્ષ પછી પવનંજયનું મન સ્વસ્થ બન્યું, અંજના પ્રત્યે સ્નેહાર્દ્ર બન્યું; અંજનાનું મિલન થયું. પરંતુ દુર્ભાગ્યે અંજનાનો પીછો છોડ્યો નહીં. પવનંજ્યનું સ્થાન એની માતા કેતુમતીએ લીધું. ૨૨ વર્ષ સુધી કેતુમતીના મનમાં અંજના પ્રત્યે સ્નેહ હતો, સહાનુભૂતિ હતી. ૨૨ વર્ષ પછી જ્યારે પવનંજયનું હૃદય-પરિવર્તન થયું તો કેતુમતી શત્રુ બની બેઠી. અંજનાની મૈત્રીભાવનાની પરીક્ષા થઈ રહી હતી. કેતુમતીએ અંજનાને તેના પિતાને ઘેર મોકલી દીધી. અંજનાનો ઘોર તિરસ્કાર કર્યો. છતાં પણ અંજનાની વિશુદ્ધ વિચારધારાએ કેતુમતી પ્રત્યે દ્વેષ, રોષ યા રીસ ઉત્પન્ન થવા ન દીધાં, ‘દોષ કેતુમતીનો નથી; મારાં જ પાપકર્મોનો છે.’
કેતુમતીએ અંજનાનું ચિરત્ર હણ્યું હતું; અંજનાને કલંકિત કરી હતી. અંજના એક માત્ર સખી વસંતતિલકાની સાથે મહેન્દ્રપુર ગઈ. ત્યાં માતાપિતા અને ભાઈ વગેરે સર્વેએ અંજનાનો અનાદર, અપમાન અને તિરસ્કાર કર્યો. મહેલમાં પ્રવેશવા જ ન દીધી. ત્યાં પણ અંજનાએ પોતાનાં કર્મોને જ દોષ આપ્યો.
અંજના એક માનવ સ્ત્રી હતી. અંજનાના જીવન-ચરિત્રમાં એવું વાંચવામાં નથી આવતું કે તે કોઈ સાધુ-સાધ્વીના પરિચયમાં હતી. તેણે કોઈ વિશિષ્ટ ધર્મઆરાધના પણ જીવનમાં કદાચ કરી ન હતી, છતાં તેનું મહાસતીત્વ અને મૈત્રીભાવ શ્રેષ્ઠ કોટિનાં હતાં એ નિશ્ચિત છે. આ પ્રભાવ એની જ્ઞાનવૃષ્ટિનો હતો. આત્માની સહજ
ઉચ્ચતમ સ્થિતિ હતી.
સારો માણસ કોણ ? :
‘શાન્તસુધારસ’માં કહેવામાં આવ્યું છે કે સારો માણસ ક્રોધી પ્રત્યે પણ ક્રોધ કરતો નથી. સારા માણસનું મન ક્લેશરહિત હોય છે. સારો માણસ સમતારસમાં લીન રહે છે. અને તે ગુણોથી પરિપુષ્ટ થાય છે.
સારા માણસની આ ચાર વિશેષતાઓ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આ ચાર વિશેષતાઓ ઉપર ગંભીરતાથી વિચારવું પડશે. ભલે તમે મહાત્મા...મુનિ...સાધુ ન બની શકો, પરંતુ સારા માણસ તો બની શકો ને ? તમે શ્રાવક છો ને ? જે શ્રાવક હોય છે તે સારો માણસ તો હોય જ છે; સર્વે સારા માણસો શ્રાવક હોય એવું આવશ્યક નથી હોતું.
પહેલી વાત છે - સારો માણસ ક્રોધી પ્રત્યે ક્રોધ નથી કરતો. ક્રોધી પ્રત્યે ક્રોધ કરે છે તેને સારો માણસ કહેવામાં આવતો નથી. ક્રોધી પ્રત્યે ક્ષમાભાવ રાખનાર સંત, સાધુ અને મહાત્મા લોકો તો અનેક થઈ ગયા અને વર્તમાનમાં પણ છે; પરંતુ જે ગૃહસ્થ છે, સંસારી છે, એ પણ ક્રોધી પ્રત્યે ક્ષમાભાવ રાખનારા હોય છે. ભૂતકાળમાં થઈ ગયા છે, અને વર્તમાન કાળમાં પણ છે ! ભલે ને પ્રસિદ્ધિમાં ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org