________________
પ્રવચન ૮૪
પરમ ઉપકારી, પરમ કૃપાનિધિ, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ‘ધર્મબિંદુ’ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવક જીવનનો વિશેષ ધર્મ પ્રતિપાદિત કર્યો છે. બાર વ્રતો અને દૈનિક જીવનચર્યા જણાવ્યા પછી તેમણે ભાવધર્મની મહત્ત્વપૂર્ણ વાત બતાવી છે. ભાવધર્મની ખૂબ સુંદર વાતો ગ્રંથકારે બતાવી છે. હવે ત્રીજા અધ્યાયનું અંતિમ સૂત્ર બતાવવામાં આવે છે.
सत्त्वादिषु मैत्र्यादियोग इति ॥ ९३ ॥ |
ગ્રંથકારે ધબિંદુ’ ગ્રંથના પ્રારંભમાં જ ધર્મનું લક્ષણ જણાવતાં કહ્યું છે ઃ वचनाद् यदनुष्ठानमविरुद्धाद् यथोचितम् ।
मैत्र्यादिभाव - संयुक्तं तद् धर्म इति कीर्त्यते ॥
ધર્મક્રયા જિનોક્ત વચન અનુસાર હોય, જે પ્રકારે ક૨વાની હોય એ રીતે કરવામાં આવતી હોય; પરંતુ જો ધર્મીક્રયા કરનારાઓના હ્દયમાં મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ ભાવ ન હોય તો એ અનુષ્ઠાન ધર્મ' કહેવાશે નહીં. કહેવાનું તાત્પર્ય એ છે કે ધર્મ-અનુષ્ઠાન કરનારાઓના મનમાં મૈત્રાદિ ભાવનાઓ અવશ્ય હોવી જોઈએ. આ ભાવનાઓની ઉપેક્ષા કરીને ગમે તેટલું મહાન્ અનુષ્ઠાન ક૨વામાં આવે તો પણ જ્ઞાની પુરુષની દૃષ્ટિમાં એ ધર્મ કહેવાશે નહીં. આ વાત, આ જિનવચન તમે સારી રીતે સમજો અને એનો આદર કરો. ધર્મક્રયાઓ કરનારાઓના જીવનમાં આ ભાવનાઓથી વિપરીત પ્રવૃત્તિઓ જોઈને હૃદયમાં ભારે દુઃખ થાય છે. ધર્મધ્યાનમાં સહાયક ઃ
જે રીતે ભાવનાઓ વગર જિનકથિત અનુષ્ઠાન પણ ‘ધર્મ’ નથી; એ રીતે મૈત્ર્યાદિ ભાવનાઓ વગર ધર્મધ્યાન પણ થઈ શકતું નથી. ધર્મધ્યાનમાં મનનું અનુસંધાન ત્યારે જ સંભવિત બને કે જ્યારે મનુષ્યનું મન મૈત્રી વગેરે ભાવનાઓથી પરિપ્લાવિત હોય. ‘ધર્મધ્યાન' ક૨વાનું માધ્યમ મન છે. સાધન મન છે. મન મૈત્રી વગેરે ભાવનાઓથી પવિત્ર હોવું જોઈએ. આર્તધ્યાનમાંથી મનને નિવૃત્ત કરીને ધર્મધ્યાનમાં લીન કરવા માટે પહેલાં, મનને મૈત્રી વગેરે ભાવનાઓથી શુદ્ધ કરવાનું હોય છે.
મહાસતી મદનરેખાનો એ દુઃખદ પ્રસંગ યાદ કરો. જ્યારે મદનરેખાના પતિ યુગબાહુ ઉપર યુગબાહુના મોટા ભાઈ મણિ૨થે તલવારનો ઘા કર્યો હતો ત્યારે
Jain ducation International
For Private & Personal Use Only
www.jainelibrary.org