________________
૧૨૮
શ્રાવક જીવનઃ ભાગ ૪ છે. આ ભેદજ્ઞાનથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પરંતુ તત્ત્વજ્ઞાન પામવા માટેની પાંચ પ્રકારની ભૂમિકા બતાવવામાં આવી છે - ધૃતિ, શ્રદ્ધા, સુખા, વિવિદિષા અને વિજ્ઞપ્તિ. આ પાંચ વાતો અભય, ચક્ષુ, માર્ગ, શરણ અને બોધની સાથે સમાનતા રાખે છે. ૧. આપણે જેને “અભય' કહીએ છીએ તે અભય એટલે ચિત્તસ્વાચ્યું. આ
ચિત્તસ્વાથ્ય સાંખ્યદર્શનની ધૃતિ છે. ભયઅવસ્થામાં અધેય હતું અભયમાં
ઘેર્ય-ધૃતિ આવે છે. ૨. આપણે જેને “ચક્ષુ કહીએ છીએ. ચક્ષુ એટલે ધર્મચિ. તે જ ધર્મરુચિ
સાંખ્યદર્શનની શ્રદ્ધા છે. ૩. આપણે જેને માર્ગ કહીએ છીએ, માર્ગ એટલે તત્ત્વજિજ્ઞાસા. એ જ
તત્ત્વજિજ્ઞાસા સાંખ્યદર્શનની સુખા' છે. ધર્મમાર્ગનું આકર્ષણ થયા પછી ચિત્તમાં એવો ઉપશમના ભાવનો આલાદ થાય છે કે જે અશાંતિને દૂર કરે
છે. એ ઉપશમનો અર્થ છે સુખા.” ૪. આપણે જેને “શરણ' કહીએ છીએ, તે શરણ તત્ત્વજિજ્ઞાસારૂપ છે. એને
સાંખ્યદર્શન તત્ત્વ-વિવિદિશા' કહે છે. પ. આપણે જેને “બોધિ' કહીએ છીએ, સાંખ્યદર્શન વિજ્ઞપ્તિ' કહે છે. એટલે કે
સમ્યગ્દર્શન. પુરુષ ઉપરથી પ્રકૃતિનો અધિકાર હટી જવાથી ધૃતિ આદિ પાંચ ગુણ સિદ્ધ થાય છે. એનાથી તે સમકિત વૃષ્ટિ બને છે. જેનદર્શનમાં કર્મજ પ્રકૃતિ છે. જ્ઞાનાવરણ આદિ કર્મો પ્રકૃતિ છે. કર્મોનાં કાર્યોને આત્મા પોતાનાં કાર્યો સમજે છે. આ મિથ્યાત્વ છે. જ્યારે આત્મા અને કર્મોનો ભેદ સમજાય છે ત્યારે સમ્યગુદર્શન પ્રગટે છે. ગુણોની વૃદ્ધિનું ધ્યેય રાખો :
ગ્રંથકાર આચાર્યદિવ, શ્રાવક-શ્રાવિકાઓને ગુણોની વૃદ્ધિ-પુષ્ટિ કરવાની પ્રેરણા આપે છે. સર્વ ગુણોનો આધારભૂત ગુણ બતાવ્યો છે સમ્યગુદર્શન. એટલા માટે સમ્યગ્દર્શન ગુણના વિષયમાં કંઈક વિસ્તારથી જણાવ્યું છે. આ ગુણની અંતર્ગત બીજા અનેક ગુણ બતાવ્યા છે, આ સર્વે ગુણોની વૃદ્ધિ કરવાની છે. ગુણોની રક્ષા કરવાની છે. ગફલતમાં ન રહેતા. જે ગફલતમાં રહેશો તો આ ક્ષયોપથમિક ભાવના ગુણો જતા રહેતાં વાર નહીં લાગે. સર્વત્ર સદાય જાગૃતિ આવશ્યક છે. તમે “ગુણવૃદ્ધિ કરતા રહો અને ગુણસમૃદ્ધ બનો એ જ મંગલ કામના. આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org