________________
૨૨૨
શ્રાવક જીવનઃ ભાગ ૪ - માનસિક અલન ન થાય એટલા માટે તે ઘરમાં રહેતો હોવા છતાં સતત
જાગ્રત રહે છે. સાતમી છે સચિત્તપરિહાર-પ્રતિમા ઃ
આ પ્રતિમાની આરાધના સાત મહિનાઓ સુધી કરવાની હોય છે. પૂર્વની છ પ્રતિમાઓનું પાલન કરતાં આ પ્રતિમા કાલમાં કોઈ પણ સચેતન (સચિત્ત) પદાર્થ ખાવાનો નથી. જેમ સચિત્ત પદાર્થ ખાવાનો નથી તેમ સચિત્ત જળ પીવાનું નથી. આઠમી છે આરંભત્યાગ-પ્રતિમા ઃ
જે પ્રવૃત્તિમાં ખૂબ જ વધારે પ્રમાણમાં હિંસા થતી હોય એને “આરંભ' કહે છે. પ્રાચીન કાળમાં શ્રાવકો પણ ખેતી કરતા હતા. એટલે આ પ્રતિમા “આરંભત્યાગની બતાવી છે. આઠ મહિના સુધી પ્રતિમા-આરાધક ખેતી નથી કરતો, આરંભ નથી કરતો. પરંતુ એની આજીવિકા જ ખેતી પર આધારિત હોય તો બીજાંની પાસે ખેતી કરાવશે, સ્વયં નહીં કરે. દૃયમાં ભાવજીવદયા ટકાવી રાખશે.
પ્રશ્નઃ પોતે આરંભ નથી કરતો, ઠીક છે, પરંતુ બીજાંની પાસે આરંભ કરાવે છે તો જીવહિંસા થાય જ છે.
ઉત્તરઃ સાચી વાત છે. પરંતુ પહેલાં તો તે સ્વયં આરંભ કરતો હતો અને બીજાં પાસે કરાવતો હતો. બંને પ્રકારે હિંસા થાય જ છે. આ પ્રતિમાના પાલન કાળમાં સ્વયં અપરંભ નથી કરતો એટલી જીવહિંસા તો નહીં થાય. નવમી છે પ્રેગ્યવર્જન-પ્રતિમા
નવ મહિનાની આ પ્રતિમા છે. આઠમી પ્રતિમામાં શ્રાવક સ્વયં આરંભ કરતો ન હતો, બીજાં પાસે કરાવતો હતો. આ પ્રતિમામાં તે બીજાં પાસે પણ આરંભ - ખેતી વગેરે નથી કરાવતો. હવે આરાધકનું પરિગ્રહમાં અલ્પ મમત્વ જ રહેલું હોય છે, એટલા માટે તે બીજા પાસે પણ પાપવ્યાપાર - હિંસા - નથી કરાવતો. દશમી છે ઉદ્દિષ્ટ વર્જન-પ્રતિમા
પ્રતિમાધારી શ્રાવક માટે જ બનાવેલું ભોજન એ નથી કરતો. ૧૦મહિના સુધી આ પ્રતિમાનું પાલન પૂર્વની નવ પ્રતિમાઓની સાથે જ કરવાનું છે. આ પ્રતિમાનું પાલન કરનારો શ્રાવક મુંડિત-મસ્તક રહે છે. અથવા મસ્તક ઉપર વાળની ચોટી રાખે છે.
આમ તો પ્રતિસાધારક શ્રાવક સંસારની પ્રવૃત્તિઓથી મુક્ત રહે છે. છતાં પણ એના ભાઈ-પુત્ર વગેરે સ્વજન એને સોના-ચાંદી ઇત્યાદિ સંપત્તિના વિષયમાં પૃચ્છા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org