________________
પ્રવચન ૮૩
૧૨૧
હોતા, તો દેવદ્રવ્યમાંથી પૈસા ઉપાડીને સાધુ-સાધ્વીની સેવા કરવામાં આવે છે ! દાનવીર લોકો જો વિવેકી બની જાય તો આ દોષ દૂર થઈ શકે છે.
દાનચિ જીવોએ સંઘની પેઢીમાં પૂછવું જોઈએ કે કયા કયા ક્ષેત્રમાં ખોટ છે. જેમાં ખોટ હોય તેમાં દાન આપવું જોઈએ, પછી બોલીઓ બોલવી જોઈએ. સંઘોની પાસે સૌથી વધારે પૈસા દેવદ્રવ્યના હોય છે. ટ્રસ્ટીઓ બેંકમાં પૈસા રાખે છે. બેંક કેવા કેવા લોકોને લોન આપે છે ? એમાંથી કેવા કેવા ધંધા થાય છે, એ તમે લોકો નથી જાણતા ? છતાંય કોઈ ગંભીરતાથી વિચારતું જ નથી. દેવદ્રવ્યની વૃદ્ધિ થતી જાય છે. બીજાં ખાતાં ખોટમાં ચાલે છે. તેમાં દેવદ્રવ્યનો જ ઉપયોગ થાય છે, દોષ લાગે છે.
ઉપદેશક મુનિવરોએ પણ એવો ઉપદેશ આપવો જોઈએ કે જે જે ખાતાઓમાં ખોટ હોય તે ખાતાઓને પહેલાં ભરપૂર કરવાં જોઈએ. ફરીથી ખોટ ન આવવી જોઈએ. ઉદાર માણસોને સાચું માર્ગદર્શન મળવું જોઈએ. આ શાસ્ત્રીય માર્ગદર્શન છે કે પહેલાં ખાધમાં ચાલનારાં ખાતાં સમૃદ્ધ કરવાં જોઈએ. પછી બાકીનાં ખાતાઓમાં દાન આપવું જોઈએ.
જે જે દાનવીર મહાનુભાવોએ જ્ઞાની-દીર્ઘદર્શી આચાર્ય મુનિવરોનું માર્ગદર્શન લીધું હતું, તેમણે ઉચિત ક્ષેત્રમાં જ દાનનો પ્રવાહ વહાવ્યો હતો.
ગુજરાતના રાજા કુમારપાળે આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજીનું માર્ગદર્શન લઈને દરેક શુભ ક્ષેત્રમાં દાનનો પ્રવાહ વહાવ્યો હતો. કોઈ ક્ષેત્ર....દરિદ્ર રહ્યું ન હતું. - આમરાજાએ આચાર્યશ્રી બપ્પભટ્ટીસૂરીશ્વરજીનું માર્ગદર્શન લઈને ઉચિત ક્ષેત્રમાં દાન આપ્યું હતું, અને જિનશાસનની અપૂર્વ સેવા કરી હતી. મહામંત્રી વિમલશાહ, મહામંત્રી વસ્તુપાલ-તેજપાલ, ભામાશાહ, જગડુશાહ...વગેરે શ્રેષ્ઠિઓએ પણ જ્ઞાની, દીર્ઘદૃષ્ટા આચાર્યોનું માર્ગદર્શન લઈને યોગ્ય ક્ષેત્રોમાં પર્યાપ્ત માત્રામાં દાન આપ્યું હતું.
ઉદારતા મોટો ગુણ છે. એ ઉદારતા યોગ્ય ક્ષેત્રમાં વહેવી જોઈએ. એટલા માટે સર્વ ગુણોની સાથે વિવેક ગુણ તો હોવો જ જોઈએ. વિવેક વગર કોઈ પણ ગુણ શોભા આપતો નથી.
વર્તમાન કાળમાં શ્રીમંત લોકોમાં ઉદારતાનો ગુણ વધુ પ્રમાણમાં જોવા મળે છે; પરંતુ જ્યાં સુધી મારો અનુભવ છે ત્યાં સુધી હું એ શ્રીમંતોમાં વિવેક જોતો નથી. મોટા ભાગના દાનવીર લોકો પ્રસિદ્ધિ ઝંખે છે. પ્રશંસા ઇચ્છે છે... જ્યાં પ્રસિદ્ધિ અને પ્રશંસા મળનારા હોય ત્યાં તેઓ લાખો, કરોડોનું દાન આપે છે. જ્યાં દાનની જરૂર નથી ત્યાં...દાન આપે છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org