________________
પ્રવચન ૭૮
૬૭ આત્માની અચલ સ્થિતિની કલ્પના કરો. જરાકે હાલવાનું નહીં, જરાય ડોલવાનું નહીં...જરાય કંપવાનું નહીં. પૂર્ણ સ્થિરતા, અચલ સ્થિતિ, અને એ પણ શાશ્વત કાળ માટે. સિદ્ધશિલા તો અચળ છે જ, કદી ય તે હાલી નથી, ભવિષ્યમાં પણ તે કદી હાલશે નહીં. આવી સ્થિતિ પસંદ પડશે ? વિચારજો. ત્રીજી વિશેષતા : અરોગ :
હવે ત્રીજી વિશેષતા બતાવું છું. મુક્ત આત્માઓને કોઈ પણ પ્રકારના રોગ થતા નથી. એટલે કે તેમને નથી વ્યાધિ હોતી, નથી વેદના હોતી. શરીર હોય તો વ્યાધિ થઈ શકે. મુક્ત આત્માઓ અશરીરી હોય છે. તેમનું શરીર જ નથી હોતું... એટલા માટે તેમને વ્યાધિ નથી હોતી.
વેદના પણ નથી હોતી. જેને મન હોય તેને વેદના થાય છે. વેદનાનો અનુભવ મનથી થાય છે. મુક્ત આત્માઓને મન હોતું જ નથી.
સભામાંથી મુક્તાત્માઓને મન નથી હોતું તો તેઓ વિચાર કેવી રીતે કરે
મહારાજશ્રી ઃ પૂર્ણજ્ઞાની આત્માને વિચાર કરવાના હોતા જ નથી. તેઓ તો સમગ્ર વિશ્વના સર્વભાવોને આત્માથી જ પ્રત્યક્ષ જુએ છે. તેમને મનના માધ્યમની જરૂર પડતી નથી. વિચાર, ચિંતન, મનન, વગેરે અપૂર્ણ જીવોને કરવો પડે છે. પૂર્ણ આત્માઓને તો માત્ર જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ જ હોય છે.
મુક્ત આત્માઓને ન તો શરીર હોય છે, ન તો મન હોય છે, એટલા માટે તેમને વ્યાધિ નથી હોતી, વેદનાઓ નથી હોતી. કેટલીક ઉત્તમ સ્થિતિ હોય છે મુક્તાત્માઓની ! સંપૂર્ણ નીરોગી અવસ્થા ! કોઈ રોગ નહીં. આ વિશેષતા પસંદ પડીને? રોગ નહીં એટલા માટે દવા નહીં, દવા નહીં એટલા માટે ડૉક્ટર નહીં, હૉસ્પિટલ નહીં ! ચોથી વિશેષતાઃ અનંત :
સિદ્ધિગતિનો કદી અંત આવવાનો નથી. સિદ્ધિગતિ કદી નષ્ટ થવાની નથી, એટલા માટે તેને “અનંત’ કહી છે. જે રીતે સિદ્ધિગતિ અનંત છે એ રીતે સિદ્ધમુક્તાત્માઓ પણ અનન્ત હોય છે. તેમનું પણ કદી મૃત્યુ નથી થતું. મૃત્યુ હોય તો અન્ત આવી શકે છે. ત્યાં મૃત્યુ છે જ નહીં, સર્વનાશ છે જ નહીં. એવા મુક્ત આત્માઓ જન્મ-મૃત્યુથી પર જ હોય છે. ત્યાં જન્મ-મૃત્યુના કારણરૂપ કર્મ જ નથી. અને આમે ય આત્મા તો મરતો જ નથી. આત્મા અમર હોય છે. આત્માની અનંતતા અને અમરતા પસંદ છે ને? જો પસંદ હોય તો મુક્ત બનવાનો. સિદ્ધ બનવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org