________________
၄၄
શ્રાવક જીવન : ભાગ ૪ પહેલી વિશેષતાઃ શિવઃ
મોક્ષમાં - સિદ્ધિગતિમાં કોઈ ઉપદ્રવ નથી. “અશિવ’નો અર્થ છે ઉપદ્રવ. શિવ’નો અર્થ છે ઉપદ્રવ વગરનું. ઉપદ્રવોનું ઉદગમ સ્થાન છે કર્મ. મોક્ષમાં આત્માની સાથે કોઈ કર્મનો સંબંધ નથી હોતો. ત્યાં આત્મા નિષ્કર્મ હોય છે. કર્મ નહી તો ઉપદ્રવ નહીં. વિના કારણ, કાર્ય બનતું નથી. આ વિશ્વનો સનાતન નિયમ
સંસારમાં આત્મા કર્મબંધનોથી બંધાયેલો જ હોય છે. આઠ આઠ કર્મોથી બંધાયેલો હોય છે. એટલા માટે વિવિધ ઉપદ્રવો પેદા થાય છે. આત્મા અશિવથી ઘેરાયેલો રહે છે. સંસારની કોઈ પણ ગતિ હોય - નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ - મનુષ્યગતિમાં તો ઉપદ્રવો તમે જુઓ જ છો. દેવગતિમાં પણ ઉપદ્રવો હોય છે. દેવોમાં પણ યુદ્ધ થાય છે. ત્યાં પણ રાગદ્વેષ, ઈષ, અસૂયા વગેરે દોષ હોય છે. - જો તમે સંસારના કોઈ પણ નિરુપદ્રવી સ્થાનમાં જવા ઈચ્છો તો એવું સ્થાન
છે જ નહીં. એવું સ્થાન છે માત્ર સિદ્ધિગતિ..માત્ર મુક્તિ...મોક્ષ. એટલા માટે સર્વજ્ઞ, વીતરાગ પરમાત્માએ કર્મબંધન તોડવાનો અને મુક્તિ પામવાનો ઉપદેશ આપ્યો છે. સિદ્ધિગતિ જ શિવ છે. સિદ્ધાત્મા જ શિવ છે. શાશ્વત – નિરુપદ્રવ સ્થિતિ છે ત્યાં. આ પહેલી વિશેષતા છે. બીજી વિશેષતા : અચલઃ
સિદ્ધિગતિ જેવી અચલ છે એવી રીતે સિદ્ધિગતિમાં ગયેલા જીવો પણ અચલ બની જાય છે. સિદ્ધ આત્માઓ ત્યાંથી કદી પણ ખસતા નથી; ચલાયમાન થતા નથી. સ્વાભાવિક રૂપે ચલાયમાન થતા નથી, તે જ રીતે પ્રાયોગિક રૂપથી પણ વિચલિત નથી થતા.
આત્મા કર્મમુક્ત થાય છે તે સહજરૂપે ઊર્ધ્વગમન કરે છે. લોકાન્ત સિદ્ધિગતિમાં પહોંચી જાય છે. ત્યાં સ્થિર થઈ જાય છે. ત્યાં પછી વિચલિત થવાનું કોઈ પ્રયોજન પણ હોતું નથી. ન તો ઉપર જવાનું પ્રયોજન હોય છે, ન તો નીચે જવાનું પ્રયોજન છે. કોઈ ચંચળતા રહેતી નથી. સભામાંથી અમારું તો તને પણ ચંચળ છે અને મન પણ ચંચળ.
મહારાજશ્રી ચંચળતાનાં કારણો છે ને! મુખ્ય રૂપે કર્મ જ કારણ છે. જીવને ચંચળ બનાવનારાં કર્મ હોય છે. રાગદ્વેષ અને મોહ કારણ હોય છે. ત્યાં સિદ્ધિગતિમાં ન તો કમ છે, ન રાગદ્વેષ અને મોહ હોય છે. કારણ વગર કાર્ય બનતું જ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org