________________
૨૦૦
શ્રાવક જીવન : ભાગ ૪
ભાવનાથી તમે જે ઇચ્છતા હશો તે ઈચ્છા પૂર્ણ થશે. મધ્યસ્થ ભાવનાની સાથે ઈષ્ટફળની પ્રાપ્તિનો શો સંબંધ છે? કદાચ તમે આ બાબતમાં વિચાર નહીં કર્યો હોય, સાચી વાત છે, વાસ્તવિક વાત છે આ.
તમારી ઇચ્છા હશે કે ઘરના તમામ માણસો તમારી વાત માને, તમને આદર આપે, તમારા માટે બે સારા શબ્દો બોલે. મધ્યસ્થભાવ ધારણ કરવાથી આ વાત. અવશ્ય બનશે. તમે કોઈની ઉપર રોષ નહીં કરો, ન કોઈની સાથે સંબંધ રાખો. તો જે લોકો તમારી સાથે દુર્વ્યવહાર કરતા હશે, તેમનામાં પરિવર્તન આવી જશે. ધીરેધીરે તેઓ તમારી ઇચ્છાને માન આપશે. પ્રયોગ કરીને અનુભવ કરજો.
ત્રીજે લાભ છે સર્વ શાસ્ત્રોના સારની પ્રાપ્તિ. શાસ્ત્રોનો સાર છે - વૈરાગ્ય, વીતરાગતા, મધ્યસ્થભાવનો અર્થ પણ આ જ છે. રાગદ્વેષનો અભાવ. એટલે કે જે લોકો અવિનીત ઉદ્ધત અને પાપી છે, એમના પ્રત્યે વિરક્તિ થવી મધ્યસ્થભાવ છે. બીજા જે લોકો ગુણવાન છે, વિનીત છે, ધાર્મિક છે, તેમના પ્રત્યે તો સ્નેહભાવ રાખવાનો જ છે. આ રીતે મનમાં બે પ્રકારના ભાવ રાખવાના છે - સ્નેહભાવ અને મધ્યસ્થભાવ. પરાણે ધર્મ પણ કરાવવાનો નથીઃ
ધર્મક્રિયા કરનારા કેટલાક મહાનુભાવો કહે છે: “જ્યારે ઘરના લોકો ધર્મ કરવાથી ઇન્કાર કરી દે છે ત્યારે મનમાં તેમના પ્રત્યે રોષ આવી જ જાય છે. તેમના ભલા માટે, તેમના કલ્યાણ માટે કહીએ છીએ છતાં પણ નથી માનતા.” આ મહાનુભાવોને સમજાવવા જોઈએ કે જ્યારે મહાનું શક્તિનિધાન, પરમાત્મા પણ કોઈની સાથે પરાણે ધર્મ કરાવતા નથી તો પછી આપણે કેવી રીતે બીજા પાસે જબરાઈથી ધર્મ કરાવીશું?
તીર્થંકર યથાર્થ ધર્મનો ઉપદેશ અવશ્ય આપે છે, પરંતુ કોઈની ઉપર દબાણ લાદતા નથી, કે તમારે આ ધમક્રિયા કરવી પડશે.'
કોઈ તમારી હિતકારી વાત નથી માનતું, તો તમે એ વાતને છોડી દો. વારંવાર કહેવાથી એ લોકો તમારા પ્રત્યે દુભવ ધારણ કરશે. સમજી લો કે દુનિયામાં મોટા ભાગના લોકોને “આત્મહિતની વાતો પસંદ નથી આવતી. તેમને તો વિષયાનંદ, પુદ્ગલાનંદ જ પસંદ આવે છે. તમે એમને પરાણે આત્માનંદી નહીં બનાવી શકો.
કદાચ તમે નહીં જાણતા હો કે ધર્મઆરાધના કરવા માટે - માનસિક, વાચિક અને કાયિક ધર્મઆરાધના કરવા માટે કેટલાંક કર્મોનો ક્ષયોપશમ' થવો જરૂરી છે. મોહનીય કર્મનો, અંતરાય કર્મનો, જ્ઞાનાવરણ કર્મનો અને દર્શનાવરણ કર્મનો ક્ષયોપશમ થાય ત્યારે મનુષ્ય ધર્મ કરી શકે છે, સમજી શકે છે. તમારા કહેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org