________________
પ્રવચન ૯૧
પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ‘ધર્મબિંદુ' ગ્રંથના ત્રીજા અધ્યાયમાં અંતિમ સૂત્ર લખ્યું છે : 'સત્ત્વાતિપુ मैत्र्यादियोगः ॥
સંસારના તમામ જીવો પ્રત્યે મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થભાવ હ્રદયમાં ધારણ કરવો જોઈએ. મૈત્રી, પ્રમોદ, કરુણાભાવોનું વિવેચન કરીને હવે મધ્યસ્થ ભાવના વિષયમાં વિવેચન કરી રહ્યો છું.
જે લોકોને સૌભાગ્ય' નામકર્મનો ઉદય નથી થયો, જે લોકોને પરાઘાત’ નામકર્મનો ઉદય નથી થયો, જે લોકોને યશકીર્તિ' નામકર્મનો ઉદય ન થયો હોય એ લોકો માટે આ મધ્યસ્થ ભાવના’ અતિ ઉપયોગી સિદ્ધ થઈ શકે છે.
તમે જ્યાં જાઓ છો ત્યાં તમારું સ્વાગત જો ન થતું હોય,
- તમારી વાત ઘરના લોકો અથવા બહારના લોકો ન માનતા હોય, - તમને કોઈ પણ કાર્યમાં જો યશ ન મળતો હોય,
તો તમારા મનમાં દુઃખ થાય છે ને ? કોઈ કોઈ વાર તમારું મન નિરાશાથી ભરાઈ જાય છે ને ? કોઈ વાર કોઈ વ્યક્તિ માટે ક્રોધ પેદા થાય છે ને ? જો તમે મધ્યસ્થ ભાવનાનો અભ્યાસ કરશો તો તમને દુઃખ નહીં થાય. નિરાશા તમારાથી દૂર રહેશે અને રોષ પેદા નહીં થાય. સર્વદા અને સર્વત્ર તમારા મનમાં આનંદની લહેરો - તરંગો ઊઠશે. પાપકર્મના ઉદયના સમયે મધ્યસ્થ મનુષ્ય સુખથી જીવી શકે છે.
મધ્યસ્થ ભાવના ત્રણ લાભ :
જેમ જેમ તમારા મનમાં મધ્યસ્થભાવ આવશે તેમ તેમ પરમ કલ્યાણ સાથે તમારો સંબંધ જોડાઈ જશે, આ પ્રથમ લાભ છે. બીજો લાભ છે ઇચ્છિત ફળની પ્રાપ્તિ; અને ત્રીજો લાભ છે - સર્વ શાસ્ત્રોના સારરૂપ તત્ત્વની પ્રાપ્તિ.
પ્રથમ લાભ છે પરમ કલ્યાણની સાથે સંબંધ બંધાય છે. એનો અર્થ છે વીતરાગની સાથે તમારી દૃષ્ટિ જોડાય છે. મધ્યસ્થભાવ એટલે કે અલ્પ સમય માટે રાગદ્વેષથી મુક્તિ, એ વીતરાગતાનું ‘સેમ્પલ’ છે ને ! પુનઃ પુનઃ મનને રાગદ્વેષથી મુક્ત કરતા રહેવાથી વીતરાગતા પ્રત્યે મન આગળ વધતું જાય છે.
બીજો લાભ છે ઇચ્છિત ફળની પ્રાપ્તિ. આ અતિમહત્ત્વપૂર્ણ વાત છે. મધ્યસ્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org