________________
૨૧૧
પ્રવચન ૯૨ વર્ષો પછી ગૃહસ્થ જીવનથી નિવૃત્ત થઈને પૌષધશાળામાં જઈને વિશિષ્ટ ધર્મની આરાધના કરવા લાગ્યા.
એક રાત્રિના અંતિમ પ્રહરમાં ચુલની પિતાની સન્મુખ એક દેવ પ્રકટ થયો. હાથમાં નીલકમલ અને તલવાર લઈને બોલ્યો: “જો તું તારાં શીલનો ભંગ નહીં કરે તો તારા મોટા પુત્રને ઘેરથી લાવીને તેનો ઘાત કરીશ. કાપીને તેને કડાઈમાં ઉકાળીશ, એનાથી તારા શરીરને સીંચીશ. અત્યંત પીડા અને દુઃખથી તું મરી જઈશ.”
પરંતુ ચુલનીપિતા તો નિર્ભય, નિશ્ચલ રહ્યા. બે-ત્રણ વાર ધમકી આપવા છતાં પણ ચુલની પિતા વિચલિત ન થયા તો દેવે છોકરાને લાવીને ઘાતની માયા રચી. તેના શરીરને કડાયામાં નાખીને ઉકાળ્યું. તેના રક્ત અને માંસથી ચુલનીપિતાના શરીર ઉપર લેપ કર્યો. છતાં ય ચુલની પિતા નિશ્ચલ રહ્યા.
દેવે બીજા અને ત્રીજા છોકરાના વધની એવી જ માયાજાળ રચી, તો પણ ચુલનીપિતા અડગ રહ્યા, દેવે કુદ્ધ થઈને કહ્યું : “જો તું તારા વ્રતનો ભંગ નહીં કરે તો તારી માતા ભદ્રાને ઘેરથી લાવીને તારી સામે જ તેના પ્રાણ લઈશ.” ત્રણ વાર દેવે આ પ્રમાણે ડરાવવાનો પ્રયત્ન કર્યો છતાં પણ ચુલનીપિતા તો વૃઢ જ રહ્યા.
ત્રીજી વાર જ્યારે દેવે માતૃવધની વાત કરી ત્યારે ચુલનીપિતાએ વિચાર કર્યોઃ “આ અનાર્ય પુરુષ છે. તેણે મારા ત્રણ પુત્રોનો ઘાત કર્યો, હવે મારી માતાનો વધ કરવા ઈચ્છે છે. હું વધ નહીં કરવા દઉં.” ચુલનીપિતા કાયોત્સર્ગ ધ્યાન પૂર્ણ કરીને દેવને પકડવા દોડ્યા, દેવ તો અદ્રશ્ય થઈ ગયો. ચુલનીપિતા એક સ્તંભને પકડીને જોરજોરથી ચિત્કાર કરવા લાગ્યા. એમનો અવાજ સાંભળીને ભદ્રામાતા ત્યાં આવી અને ચિત્કાર કરવાનું કારણ પૂછ્યું. ચુલનીપિતાએ સમગ્ર વૃત્તાંત કહ્યો.
તો માતાએ કહ્યું: “વત્સ, આવું કશું બન્યું નથી. ત્રણે પુત્રો સુખરૂપ છે અને હું તારી સામે જ છું. વત્સ, કોઈ દેવે તારી પરીક્ષા કરવા આ માયાજાળ રચી હશે. કષાયના ઉદયથી ચલિત - ચિત્ત થઈને એને મારવાની તારી પ્રવૃત્તિ થઈ. આ ઘાતકી પ્રવૃત્તિથી સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ અને પૌષધદ્રતનો ભંગ થયો. પૌષધદ્રતમાં સાપરાધ અને નિરપરાધ સર્વ જીવોને મારવાનું ત્યજી દેવું પડે છે. એટલા માટે તું આલોચના કર, પ્રતિક્રમણ કર, અને ગુરુસાક્ષીએ નિંદા-ગહ કર, યથોચિત તપશ્ચયરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર.”
ચુલનીપિતાએ એમ જ કર્યું. તેમણે ૧૧ પ્રતિમાઓનું પાલન કર્યું. સમાધિમૃત્યુ પામીને સૌધર્મદેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. ચારિત્રધર્મ સ્વીકારીને મુક્તિ પામશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org