________________
૨૧૨
ચોથા શ્રાવક હતા સુરાદેવ -
તે પણ વારાણસી નગરીના જ નિવાસી હતા, તેમની પત્નીનું નામ હતું ધન્યા. તે અઢાર કરોડ સુવર્ણમુદ્રાના માલિક હતા. તેમનાં છ ગોકુળ હતાં, એક એક ગોકુળમાં ૧૦-૧૦ હજાર ગાયો હતી.
શ્રાવક જીવન : ભાગ ૪
ચુલનીપિતાની જેમ સુરાદેવે ભગવાન મહાવીરનો શ્રાવકધર્મ સ્વીકાર્યો હતો. કેટલાંક વર્ષો પછી સંસારમાંથી નિવૃત્ત થઈને તે પૌષધશાળામાં ધર્મધ્યાનમાં જ રહેવા લાગ્યા. તેમણે પણ દેવે ડરાવવા અને વિચલિત કરવા પ્રયત્નો કર્યા હતા. ચુલનીપિતાની જેમ તે પણ અંતે તો ક્રોધમાં આવીને દેવને પકડવા દોડ્યા હતા, ચિત્કાર કરવા લાગ્યા હતા. તેમનાં પત્નીએ આવીને એમને શાન્ત કર્યા હતા. ચુલનીપિતાની જેમ આલોચના, પ્રતિક્રમણ, નિંદા-ગહ કરીને સમાધિમૃત્યુ પામીને એ સૌધર્મદેવલોકમાં દેવ થયા. ત્યાંથી મહાવિદેહમાં જન્મ પામીને, ચારિત્રધર્મનું પાલન કરીને, સર્વકર્મોનો ક્ષય કરીને મુક્તિ પામશે.
પાંચમા શ્રાવક ચુલ્લશતક ઃ
તેઓ આતંભિકા નગરીના નિવાસી હતા. તે પણ અઢાર કરોડ સુવર્ણમુદ્રાના સ્વામી હતા. ગાયોના છ વ્રજ હતાં. એક એક વ્રજમાં ૧૦-૧૦ હજાર ગાયો હતી. તેમની પત્નીનું નામ હતું બહુલા. એ ચુલ્લશતકે ભગવાન મહાવીરનો શ્રાવકધર્મ સ્વીકાર્યો હતો. સુરાદેવની જેમ તેમણે પણ સંસારથી નિવૃત્ત થઈને પૌષધશાળામાં જઈને પૌષધમાં રહેવું શરૂ કર્યું હતું. તેમની ઉપર પણ દેવે ઉપસર્ગ કર્યો હતો. સુરાદેવની જેમ જ આખી ઘટના બની હતી. સમાધિમૃત્યુ પામીને તે પણ સૌધર્મદેવલોકમાં દેવ બન્યા હતા. ત્યાંથી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામશે. ચારિત્રધર્મનું પાલન કરીને તેઓ પણ મુક્તિ પામશે.
છઠ્ઠા શ્રાવક હતા કુંડકોલિક :
તેઓ કાપિલ્યપુરના નિવાસી હતા, તેમની પત્નીનું નામ હતું પુણ્યા. તેમની પાસે ૧૮ કરોડ સુવર્ણમુદ્રાઓ હતી અને ૬ વ્રજ હતાં.
કુંડકોલિકનું સમગ્ર વૃત્તાંત ચુલ્લશતક જેવું જ છે. માત્ર એક બાબત ભિન્ન પ્રકારની છે. દેવનો ઉપસર્ગ અલગ પ્રકારે થયો હતો. એક દિવસ કુંડકોલિક મધ્યાહ્નને સમયે નગરની બહાર અશોકવનમાં ગયા હતા, ત્યાં પોતાની નામમુદ્રા અને ઉત્તરીયવસ્ત્ર એક શિલા ઉપર રાખીને ધર્મધ્યાનમાં લીન બન્યા. એ સમયે ત્યાં એક દેવ પ્રકટ થયો. એણે શિલા ઉપરથી કુંડકોલિકની નામમુદ્રા અને ઉત્તરીયવસ્ત્ર ઉઠાવી લીધાં. પછી દેવે કુંડકોલિકને કહ્યું : ‘હે દેવાનુપ્રિય કુંડકોલિક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org