________________
૨૧૩
પ્રવચન ૯૨ મખલિપુત્ર ગોશાલકનું વૃત્તાંત સુંદર છે, કારણ કે તેના ધર્મમતમાં ઉત્થાન, કર્મ બળ, વીર્ય અને પરાક્રમ નથી. બધું જ નિયતિને આશ્રિત છે. શ્રમણ ભગવાન મહાવીરનું ધર્મશાસન સારું નથી, કારણ કે એમાં ઉત્થાન...પરાક્રમ આદિ છે, બધું નિયતિને આશ્રિત નથી.”
શ્રમણોપાસક કુંડકોલિકે કહ્યું: “હે દેવ, મંખલિપુત્ર ગોશાલકનો ધર્મમત, ઉત્થાન આદિ ન હોવાથી અને સર્વ ભાવ નિયતિઆશ્રિત હોવાથી સારું છે અને ભગવાન મહાવીરનો ધર્મ-ઉત્થાન આદિ હોવાથી અને બધું નિયતિને આધીન હોવાથી સારો નથી - એ માની લેવામાં આવે તો હે દેવ, તમને આ દિવ્ય ઋદ્ધિ, દેવહુતિ અને દિવ્ય દેવાનુભાવ કેવી રીતે પ્રાપ્ત થયાં? ઉત્થાનાદિ દ્વારા પ્રાપ્ત થયાં? અથવા પરાક્રમહીનતાથી ?”
દેવે કહ્યું : હે દેવાનુપ્રિય, મેં આ દેવઋદ્ધિ વગેરે પરાક્રમ આદિના પ્રભાવથી પ્રાપ્ત કર્યા છે.'
કુંડકોલિકે કહ્યું: “જો આ દેવઋદ્ધિ વગેરે ઉત્થાન, પુરુષાર્થ આદિના અભાવમાં પ્રાપ્ય છે તો જે જીવોને ઉત્થાન આદિ નથી, અને પરાક્રમ નથી તે બધા દેવ કેમ નથી બનતા ? એટલા માટે તમે જે ભગવાન મહાવીરની ધમદિશના સારી નથી બતાવતા અને ગોપાલકની ધર્મદિશના સારી જણાવો છો - એ વાત મિથ્યા છે.'
દેવ કુંડકોલિકને ઉત્તર ન આપી શક્યો. કુંડકોલિકની નામમુદ્રા અને ઉત્તરીયવસ્ત્ર ત્યાં મૂકીને અદ્રશ્ય થઈ ગયો.
બીજે દિવસે ભગવાન મહાવીર કાંડિલ્યપુરમાં પધાર્યા. સહસ્ર આમ્રવનમાં સમવસરણ થયું. કુંડમોલિક સપરિવાર ભગવાનને વંદન કરવા ગયા. ધર્મદિશના પછી ભગવાને કુંડકોલિકને દેવના આગમન વિશે પૂછ્યું. કંડકોલિકે આખી ઘટના જણાવી દીધી.
ભગવાને ત્યાં ઉપસ્થિત શ્રમણોને સંબોધિત કરતાં કહ્યું : “હે આય, ગૃહસ્થાવાસમાં રહીને પણ આ કુંડકોલિક શ્રમણોપાસક હેતુ, પ્રશ્ન, કારણ, વ્યાકરણ અને ઉત્તર સંબંધમાં અન્ય મતાવલંબીઓને નિરુત્તર કરે છે તો તે આર્યો. દ્વાદશાંગ, ગણિપિટકનું અધ્યયન કરનારા શ્રમણ-નિર્ગથ તો સારી રીતે અન્ય મતવાળાને નિરુત્તર કરી શકે છે.'
કુંડકોલિક ચૌદ વર્ષ સુધી ભાવશ્રમણધર્મનું પાલન કરતા રહ્યા. પંદરમા વર્ષની મધ્યમાં તેમણે પોતાના જ્યેષ્ઠ પુત્રને ગૃહભાર સોંપી દીધો. તે પૌષધશાળામાં રહીને ધર્મધ્યાનમાં નિમગ્ન બન્યા. ૧૧ પ્રતિમાની પાલનવિધિ કરી, સમાધિમૃત્યુ પામીને સૌધર્મદિવ લોકમાં દેવ બન્યા, ત્યાંથી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામશે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org